- કોરોનાની સ્થિતિને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી
- રાજ્ય સરકારે છેલ્લા 30 વર્ષોથી ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ 2007 યોગ્ય કારણ વિના ભરતી ન કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ
- વડાપ્રધાનના સંદેશ બાદ પણ RT-PCRમાં વધારો ન કરાયો હોવા અંગે પણ કરવામાં આવી રજુઆત
- દરેક સ્થળે અવેલેબલ બેડની કેટેગરી પ્રમાણે રિયલ ટાઈમ ડેટા આપવામાં આવે તેવી પણ કરાઈ રજુઆત
- ત્રણ દાયકાઓથી યોગ્ય કારણ વિના ભરતી ન કરાઈ
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે ગત 3 દાયકાઓથી ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ મેડિકલ પ્રોફેસરની ભરતી ન કરી હોવાની રજુઆત કરવામાં આવી છે. કેટલી ભરતીઓ સામે કેટલી જગ્યાઓ ભરવામાં આવી છે તેની વિગતો સાથે નામદાર હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. જેમાં PH મેડિકલ ઓફિસરની મંજૂર થયેલી 68 જગ્યાઓ પૈકી માત્ર 25 જગ્યાઓની જ ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા પ્રમાણે 124 આરોગ્ય અધિકારીની ભરતીની મંજૂરી સામે માત્ર 51 અધિકારીઓની જ ભરતી કરવામાં આવી છે. આવા જ આંકડાઓ નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર, તાલુકા આરોગ્ય અધિકારીની મંજૂર કરાયેલી જગ્યાની સામે પુરી ભરતી કરવામાં નથી આવી.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું હાઈકોર્ટનું તારણ
સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર કામ કરવા રાજી નહીં
અરજીમાં ડૉક્ટરને સરકારી હોસ્પિટલમાં બ્યૂરોક્રેટ્સના વલણથી ઉભી થતી મુશ્કેલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા વલણથી સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર ક્યાંક તો સેવા આપવા ઇચ્છતા નથી અથવા તો જલ્દીથી છુટકારો મેળવવા માંગે છે. સરકારે પણ ક્યારેય આ સમસ્યાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન નથી કર્યો. હાલ ઉભી થયેલી ડૉક્ટર અને મેડિકલ સ્ટાફની જરૂરિયાતને જોતા સરકાર કોન્ટ્રાકટ બેઝ ઉપર ફિક્સ પગાર ઉપર ભરતી કરી રહી છે જે ઈંસક્યૉર છે.