ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર - કોરોના કેસ

28 માર્ચે હોળીની ઉજવણી છે, ત્યારે હાલ કોરોના સંક્રમણમાં વધારો થતા આગામી સમયમાં આવનારી હોળી-ધુળેટીને લઇ રાજ્ય સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં હોળીની પૂજા કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે.

હોળી-ધુળેટીને લઇ રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શિકા
હોળી-ધુળેટીને લઇ રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

By

Published : Mar 24, 2021, 4:02 PM IST

Updated : Mar 24, 2021, 7:06 PM IST

  • હોળી-ધુળેટીને લઇ રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શિકા
  • કોરોના નિર્દેશો સાથે હોળીની પૂજા કરવાની મંજૂરી
  • હોળીની પૂજા સમયે ભીડ ન થાય તેનું ધ્યાન આયોજકોએ રાખવું પડશે
  • સોશિયલ ડિસ્ટન્સનું આયોજકોએ રાખવું પડશે ધ્યાન

અમદાવાદ: માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આયોજકો હોળી પ્રગટાવી શકશે તેમજ લોકો પૂજા કરી પ્રદક્ષિણા કરી શકશે તેમજ ભીડ ભેગી ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. હોળી પૂજન સમયે ભીડ એકત્ર ન થાય તેમજ કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી આયોજકોની રહેશે.

આ પણ વાંચો:રાજકોટમાં રાજ્ય સરકારના હોળી અંગેના નિર્ણયને લઇને વેપારીમાં રોષ

ધુળેટી રમવા ઉપર રોક

અધિક સચિવ કે. કે. નીરાલાએ બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ જાહેરમાં ધુળેટી રમવાની મંજૂરી આપવામાં નથી આવી. ધુળેટીના દિવસે લોકો ભેગા ન થાય અને સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

આ પણ વાંચો:જાહેરમાં ધુળેટીની ઉજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ન યોજવા SMCએ આપી સૂચના

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું

એકાએક ફરી કોરોનાએ માથું ઉંચકતા આંકડાઓમાં વધારો નોંધાયો છે. ગયા મંગળવારે સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ અમદાવાદમાં 500થી પણ વધુ કેસ નોંધાયા હતા. જો કે આ મામલે સરકારે હવે વધુ ગંભીરતા દાખવી કેટલાક પગલાંઓ લીધા છે, પરંતુ હજી પણ નાગરિકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

Last Updated : Mar 24, 2021, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details