- શેર બજારમાં સતત નરમાઈ તરફી ટોન
- FIIની વેચવાલી
- કોરોનાના કેસ સતત વધતાં જતાં હોવાથી માર્કેટમાં ચિંતાનો માહોલ
અમદાવાદ : એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈના અહેવાલોને પગલે ભારતીય શેર્સના ભાવ નીચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. ભારત દેશ અને વિદેશના અનેક શહેરોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને જનતા લોકડાઉનનો વિરોધ કરી રહી છે. આવા સંજોગોમાં વિદેશના સ્ટોક માર્કેટની નરમાઈના અહેવાલો હતા. તેમજ અમેરિકી બોન્ડના યિલ્ડમાં વધારો થતાં વિદેશી નાણા સંસ્થાઓએ વેચવાલી કાઢી હતી. જેને પગલે ભારતીય તેજીવાળા ઓપરેટર્સે પણ વેચવાલી કાઢી હતી, જેથી શેરોના ભાવ ઘટ્યા હતા.
આ પણ વાંચો -શેર માર્કેટમાં સેન્સેક્સ આજે 282 પોઈન્ટ પર ખૂલ્યો, નિફ્ટી 15 હજારને પાર
સેન્સેક્સ 86.95 ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 49,858.24ની સામે આજે સોમવારે 49,878.77 ખુલ્યો હતો, જે ટ્રેડિંગ સેશન દરમિયાન ઝડપથી ઘટીને 49,281.02 થયો હતો, જે છેલ્લા કલાકમાં ઘટયા મથાળેથી ઝડપી સુધરીને 49,771.29 બંધ રહ્યો હતો, જે 86.95નો ઘટાડો દર્શાવે છે.
આ પણ વાંચો -સેન્સેક્સ 1,400 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 9,450ની સપાટી પર