- લોક અદાલતમાં કેસોની સુનાવણી કરી ઝડપી ન્યાય આપવામાં આવે છે
- બંને પક્ષને માન્ય હોય ત્યારે જ ન્યાય આપવામાં આવે છે
- કોરોના બાદ બીજી વખત રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ
- યુવાન દીકરો ગુમાવી ચૂકેલા માતાપિતાને 35 લાખ રૂપિયા અપાવ્યા
અમદાવાદ: શનિવારે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. મીરજાપુરથી 10 હજાર કેસ સુનાવણી માટે આવ્યા હતા. જેમાંથી 8 હજાર કેસની સુનાવણી કરવાનો અંદાજ છે. અહીં મહત્વનું છે કે, કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા પ્રથમ લોક અદાલત યોજાઈ હતી. જેમાં 8 હજાર કેસની સુનાવણી કરવામાં આવી હતી. વર્ષ 2019માં બી.જે.કોલેજના ચોથા સેમેસ્ટરમાં ભણતા યુવાનનું ડમ્પર જોડે અકસ્માત થઈ જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવાનના કુટુંબીજનોએ લોક અદાલતમાં ન્યાયની માંગણી કરતા તેમને આજે યોજાયેલી લોક અદાલતમાં ન્યાય મળ્યો હતો. લોક અદાલતે બંને પક્ષે દલીલો સાંભળી માતા પિતાને 35 લાખ રૂપિયા અપાવ્યા હતા. વધુમાં આ મુદ્દે Etv bharat સાથે વાતચીત કરતા સેકેન્ડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એ.શાહે જણાવ્યું હતું કે, લોક અદલાતનું કામ જ લોકોને ઝડપી ન્યાય અપાવવાનું છે. અહીં કેસની સુનાવણી એટલા માટે કરવામાં આવે છે, જેથી રેગ્યુલર કોર્ટ ઉપરનું ભારણ ઘટે.