- પોલીસનું રસીદ કૌભાંડ હોવાની શંકા આવી બહાર
- એક જ નંબરની બે માસ્ક દંડની રસીદ બનતા મામલો થયો પ્રકાશિત
- ભોગ બનનારે કેન્દ્ર સરકારની વિજિલન્સ શાખામાં કરી ફરિયાદ
માસ્કનો દંડ વસૂલ્યાની 2 રસીદમાં એક જ સરખા નંબર, પોલીસનું રસીદ કૌભાંડ? - Exclusive story
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. કોરોનાની દવા માટે અમદાવાદ શહેર તંત્ર અને રાજ્ય સરકાર સતર્ક જોવા મળી રહી છે પરંતુ તંત્રએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. આ નિયમને લઈ પોલીસ કડક વલણ દાખવી રહી છે અને કડકાઇથી તેનું પાલન થાય તે દિશામાં કાર્યવાહી પણ કરી રહી છે, ત્યારે માસ્ક દંડ રસીદમાં કૌભાંડ થયા હોવાની શંકા પણ સેવાઇ રહી છે.
અમદાવાદઃ શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે ચોંકાવનારો કિસ્સો ગણી શકાય એવો છે. કારણ કે શહેરમાં અનેક રસીદ કૌભાંડ ભૂતકાળમાં થયા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં પણ રસીદ કૌભાંડ થયું હોવાની આશંકાઓ ઊભો થતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાસણા વિસ્તાર ગોદાવરીનગરમાં રહેતા સંજય પટેલ અને તેમના પત્નીને માસ્ક યોગ્ય ન પહેર્યું હોવાથી પોલીસ દ્વારા દંડ અપાયો હતો. દંડના ભાગરૂપે પોલીસ સ્ટાફ દ્વારા દંડની રકમ ભર્યા બાદ બે રસીદ પર આપવામાં આવી હતી. પરંતુ બે અલગ-અલગ વ્યક્તિઓ એક જ નંબરની રસીદ અપાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.