● Gujarat BJP ના અગ્રણી નેતાઓમાં મતભેદ
● નીતિન પટેલે ફરી પાટીદાર સભામાં ટંકાર કર્યો
● ભૂપેન્દ્ર પટેલે ઠંડુ પાણી રેડ્યું
● નેતાઓ નજીક બેઠાં પણ મન દૂર
અમદાવાદ- જાસપુર ખાતે યોજાયેલા ઉમિયાધામના ( umiyadham ) નિર્માણ પ્રસંગના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ( Former CM Vijay Rupani ) આવીને પોતાનું પ્રવચન કરીને રાજકોટ જવા રવાના થયા હતાં. તેઓ એકલા દેખાતાં હતાં. તો બીજી તરફ શિક્ષણપ્રધાન અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ( Jitu waghani ) વિજય રૂપાણીથી અંતર જાળવ્યું હતું. ( Gujarat BJP ) ભાજપના નેતાઓમાં પક્ષાપક્ષી અને પ્રિય-અપ્રિય ( The Rift Between Gujarat BJP Top Leaders ) મંચ ઉપરથી દેખાઈ આવતું હતું.
નીતિન પટેલે બીટવીન ધ લાઇન પોતાની ઈચ્છા વ્યક્ત કરી
નીતિન પટેલે ( Former DyCM Nitin Patel ) કહ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉમિયાધામ ટ્રસ્ટને મદદ કરી છે. વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) પણ મદદ કરી છે. તો વચ્ચે હું ક્યાં ?
કોને છે નીતિન પટેલની ઈર્ષ્યા ?
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઘણાંને મારું ફરવું નથી ગમતું, પણ હું ફરવાનો. આ પૂર્વ સરકાર જેવું નથી, સરકાર ભાજપની ( Gujarat BJP ) જ છે. મુખ્યપ્રધાનનું ફક્ત ટાઇટલ બદલાયું છે. આમ અહીં ભાજપમાંથી નીતિન પટેલ ( Former DyCM Nitin Patel )કોને નથી ગમતાં તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
ભૂપેન્દ્ર પટેલનો જવાબ
ભુપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) પાટીદારોને જણાવ્યું હતું કે, જો કોઈને ઉપર ન બેસાડે તેનો પણ પ્રોબ્લેમ થાય. સમાજના કાર્યક્રમમાં માન ન સચવાય તો પણ ખોટું ન લગાડવું. ધીમેધીમે ગોઠવણ કરવી પડે. માણસ મોટા થયા એટલે સલાહ આપે પણ સામે જે બીજા તે સ્થાન માટે ક્યારથીય બેઠાં છે તેનું શું ? નીતિનભાઈ ( Former DyCM Nitin Patel )પાસેથી કામ લેવું હોય તો તેમનો ઘાંટો સાંભળવો પડે. અમે પણ સાંભળ્યો છે.
અગ્રણી નેતાઓનું આંતરિક મનદુઃખ અસહકારનું કારણ બની શકે છે મુખ્યપ્રધાનની ફિલોસોફી
મુખ્યપ્રધાને ( CM Bhupendra Patel ) માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે, છોડમાં પણ રણછોડ હોય છે. પણ માણસને એકબીજામાં ભગવાન નથી દેખાતો. સહકારથી કામ કરવું જોઈએ. રાજકારણમાં કોઈના સુપડાં સાફ નથી કરવા, આપણે જીતવાનું લક્ષ્ય રાખવું છે. મોટા કુટુંબને સાચવવું હોય તો ત્યાગ કરવો પડે.
હાઇકમાન્ડ નોંધ લેશે ?
ભાજપના ( Gujarat BJP ) અગ્રણી નેતાઓનું આંતરિક મનદુઃખ ( The Rift Between Gujarat BJP Top Leaders ) અસહકારનું કારણ બની શકે છે. અગાઉ પણ સોલા ઊમિયા ધામ ( umiyadham ) ખાતેથી નીતિન પટેલે ( Former DyCM Nitin Patel ) પાટીદારોને 2022માં વિરાટ સ્વરૂપનું દર્શન કરાવવાનું કહ્યું છે. ત્યારે નવી સરકાર અને જૂના જોગીઓ વચ્ચેની આ અસમંજસની નોંધ ભાજપનું હાઇકમાન્ડ લેશે.
આ પણ વાંચોઃ અમદાવાદના જાસપુરમાં વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ઉમિયા મંદિરનું નિર્માણ કાર્યનો પ્રારંભ
આ પણ વાંચોઃ The tallest temple in the world : વિશ્વ ઉમિયાધામના મંદિર નિર્માણનું કાર્ય શરૂ