- AMC સંચાલિત BRTS, AMTS ની આવકમાં થયો વધારો
- બન્ને સેવાઓમાં 10 લાખથી વધુની આવક દૈનિક
- કોરોના કાળમાં બન્ને સેવાઓમાં પડી હતી મુશ્કેલીઓ
અમદાવાદ: શહેરમાં દિવસ દરમિયાન રોડના રસ્તા પર દોડધામ કરતી કોર્પોરેશનની AMTS અને BRTS સેવાઓ કોરોના સમયે પડી ભાંગી હતી. જેના કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવવાનો વારો આવ્યો હતો. જે બાદ કોવિડ ગાઈડલાઈન (Covid Guideline) સાથે ધીમે ધીમે સેવાઓ શરૂ કરવામાં આવી હતી. કોવિડ વેક્સિન સર્ટિફિકેટ ચેક કર્યા બાદ જ પ્રવેશના કારણે ફરી બન્ને સેવાઓમાં અસર થઈ હતી પરંતુ 90 ટકાથી વધુ વેક્સિનેશ થઈ જવાને કારણે બન્ને સેવાઓમાં ફરી વધારો થયો છે. જેમાં AMTS માં એવરેજ દૈનિક પેસેન્જર 2 લાખ જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા છે. જેની કુલ આવક એવરેજ રૂપિયા 15 લાખ થવા જઈ રહી છે. BRTS માં એવરેજ પેસેન્જર 1 લાખ જેટલા પ્રવાસ કરી રહ્યા છે. જેની કુલ આવક 14 લાખથી વધુ થવા જઇ રહી છે.
કોરોના બાદ AMC સંચાલિત AMTS અને BRTS બસની આવકમાં થયો વધારો આ પણ વાંચો: અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર, 14 જૂનથી AMTS અને BRTS બસોની સંખ્યામાં કરાશે વધારો
દિવાળી સમયે થશે બન્ને સેવાઓમાં સ્પેશિયલ રુટ શરૂ
કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે બન્ને સેવાઓમાં દિવાળી સમયે સ્પેશિયલ રુટ (Special root) શરૂ કરવાનું આયોજન મુકવામાં આવ્યું છે. જેમાં ભાડામાં રાહત આપવાની પણ હાલ પ્રયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ નવા રુટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરની જનતાને એક છેડેથી બીજા છેડે જવામાં સરળતા પડે અને કોઈપણ નાગરિકને અગવડતા ન પડે તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: સુરતમાં દેશનો સૌથી મોટો 108 કિમીનો BRTS કોરિડોર બન્યો
- અમદાવાદ એરપોર્ટથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી એક વાર BRTS બસ દોડાવામાં આવશે. શહેરમાં વર્ષ 2018 માં બંધ કરી દેવાયેલી કર્ણાવતીથી એરપોર્ટ સુધીની BRTS બસ ફરી શરૂ કરવાનો નિર્ણય મનપાએ લીધો છે. સામાન્ય રીતે દિવાળી પહેલા પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટેનું આયોજન હાલમાં AMC કરી રહી છે.
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિન લીધી ન હોય તેવા લોકો માટે મ્યુનિસિપલ સેવા સ્થળો ઉપર જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ફોર્મ્યુલા સફળ તો જણાઈ રહ્યો છે. તો બીજી તરફ અનેક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. શહેરના તમામ જાહેર સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વેક્સિન ન મૂકાવનારા લોકોને ઓન ધ સ્પોટ વેક્સિન પણ મૂકવામાં આવી રહી છે.