ગુજરાત

gujarat

અનલોક-1માં રેસ્ટોરન્ટ તો ખુલ્યા, પરંતુ પડી રહી છે આ મુશ્કેલીઓ

By

Published : Jun 18, 2020, 7:09 PM IST

અમદાવાદમાં કોરોનાની મહામારીથી હોટલ અને રેસ્ટોરન્ટમાં ધંધાઓ ઠપ થઈ ગયાં છે. જો કે હવે ધીમે ધીમે રેસ્ટોરન્ટ ચાલુ થયાં છે પરંતુ લોકો હજી પણ રેસ્ટોરન્ટનું ખાવાનું કે જવાનું ટાળી રહ્યાં છે. જેના હિસાબથી હાલના તબક્કે રેસ્ટોરન્ટનો આવકનું પ્રમાણ નહિવત રહ્યું છે. જેથી શહેરના અમુક રેસ્ટોરન્ટ, કેફે હાલપૂરતા બંધ કરવામાં આવ્યાં છે.

અનલોક 1માં રેસ્ટોરન્ટ તો ખુલી, પરંતુ પડી રહી છે આ મુશ્કેલીઓ
અનલોક 1માં રેસ્ટોરન્ટ તો ખુલી, પરંતુ પડી રહી છે આ મુશ્કેલીઓ

અમદાવાદ: આ અંગે વધુ વાત કરતાં રુષાદ જણાવે છે કે, લોકડાઉન અચાનક જ લાદી દેવામાં આવ્યું જેના પગલે બધું તરત જ બંધ કરવું પડ્યું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે જેમાં સૌથી વધારે પરપ્રાંતીયોને મુશ્કેલી વધી ગઈ. અમારાં ત્યાં કામ કરતા કર્મચારીઓને અમે થોડા દિવસ તો અમારી પાસે રાખ્યાં પરંતુ તેમની ઘરે જવાની જીદ વધી ગઈ અને જેમ lock down હળવું થયું તેમ બધાં જ કર્મચારીઓ પર પ્રાંતીય હતાં તે પોતાના ઘરે ચાલ્યાં ગયાં અને હાલ પરિસ્થિતિ એવી છે કે અમારે જેટલા કર્મચારીઓ છે તેનાથી જ કામ ચલાવવું પડે છે. ગુજરાત સરકારે રેસ્ટોરન્ટ ખોલવાનો તો આદેશ આપ્યો પરંતુ તેની લિમિટ સાંજે સાત વાગ્યા સુધી જ કરી જેના પગલે અમારી મુશ્કેલી વધી ગઈ. કારણ કે શહેરની મોટાભાગના લોકો સાંજે રેસ્ટોરન્ટનું જમવાનું મંગાવતી હોય છે અને અમારો ધંધો પણ રાત્રે જ વધતો હોય છે. દિવસભરમાં ખાસ કમાણી ન થઈ હોય તો રાત્રે થઈ જતી હોય છે પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે સવાર અને સાંજનો ધંધો સરખો જ થઇ ગયો છે.

અનલોક 1માં રેસ્ટોરન્ટ તો ખુલી, પરંતુ પડી રહી છે આ મુશ્કેલીઓ
આ ઊપરાંત, લોકો હજી પણ બહાર આવતાં તેમજ ફૂડ ડિલિવરી પર વિશ્વાસ કરતા ખચકાય છે તેમ છતાં તેમનો વિશ્વાસ ફરીથી જીતવા અમે લોકો અનેક પ્રયત્નો કરીએ છે અને ફૂડ કોન્ટેક્ટલેસ બને તેવી તકેદારી પણ રાખી છે અને સરકારની બધી જ ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ. તેમ છતાં લોકોના ડરના લીધે બિઝનેસ હજી પણ જોઈએ તેઓ આગળ વધી શક્યો નથી અને તે વધતાં દીવાળી સુધીનો સમય લાગશે તેવું હાલના સંજોગો પ્રમાણે લાગી રહ્યું છે. બીજી વસ્તુ ડાઇનિંગ માટેની છે જેમાં સરકારી ૫૦ ટકા લોકોને પ્રવેશવાની જ મંજૂરી આપી છે પરંતુ તેની સામે અમારે ઇલેક્ટ્રિસિટી બિલ એટલું જ આવે છે જેટલો સો ટકા લોકોની કેપીસીટીમાં આવતું હતું. અને હવે તો જે રોમટીરીયલ અમે એની પાસેથી લેતાં હોય તે લોકોએ પણ દરેક વસ્તુના ભાવમાં વધારો કરી દીધો છે. તેના પગલે ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે કે સરકારે હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રે સંકળાયેલા લોકો સામે જોયું જ નથી.

ABOUT THE AUTHOR

...view details