- અમદાવાદમાં સાયબર ક્રાઇમનો દર વધ્યો
- છેલ્લા એક મહીનામાં 900 જેટલી અરજીઓ આવી
- સાયબર ફ્રોડમાં લોકો વધુ છેતરાયા
અમદાવાદ:સાયબર ક્રાઇમ એક ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સાયબર એટેક થઈ રહ્યા છે. ત્યારે મહાનગરોમાં સાયબર ક્રાઇમનો દર વધી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં 900 જેટલી અરજીઓ આવી છે. આ મામલે DCP અમિત વસાવાએ જણાવ્યું હતું કે, લોકો રૂપિયાની લાલચમાં આવીને OTP શેર કરતા હોય છે.
ફ્રોડ એપ્લિકેશનો દ્વારા લોકોની લુંટ
નવી ફ્રોડ એપ્લિકેશનો દ્વારા લૂંટારુઓ લોકોને છેતરી રહ્યા છે. ત્યારે હવે ભારત બહાર રહીને આરોપીઓ પોતાનું નેટવર્ક ચલાવતા હોય છે. આ ઉપરાંત લોકોને સોશિયલ મીડિયા દ્વારા લોભામણી જાહેરાત આપીને શિકાર બનાવતા હોય છે. ત્યારે હાલમાં નવી ટેક્નોલોજીનો લાભ લઈને આરોપીઓ લોકોને છેતરી રહ્યા છે. જ્યારે હવે દરેક પોલીસ સ્ટેશનમાં સાયબરને લગતી અરજીઓ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, સોશિયલ મીડિયામાં કોઈ પણ લોભામણી જાહેરાતમાં આવવું નહિ. તેમજ કોઈ કંપની કે બેંકના નામે ફોન કરીને OTP માંગે તો આપવો નહિ.