અમદાવાદ: કોર્પોરેશનની હદમાં દક્ષિણ, પૂર્વ તેમજ ઉત્તર ઝોનનાં વિસ્તારોને(Areas of the North Zone) સાંકળતી ખારીકટ કેનાલ 110 વર્ષ પહેલાં શહેરમાં વરસાદી વહેળા તરીકે ઉપયોગ લેવાતો હતો. સમય બદલાતા ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણી(Chemical laden water of industries) છોડવાથી રોગની પ્રમાણમાં સદંતર વધારો થયો હતો. જેના કારણે અંતે કોર્પોરેશન દ્વારા 1200 કરોડના ખર્ચે કેનાલ પર રોડ બનવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોર્પોરેશન દ્વારા 1200 કરોડના ખર્ચે કેનાલ પર રોડ બનવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પણ વાંચો:Narmada Canal: નર્મદા કેનાલના હજુ કામ બાકી છે, સરકારે સ્વીકાર કર્યો
રાજ્ય સરકાર અને વર્લ્ડ બેન્ક પાસે લોન લેવાશે -ખારીકટ કેનાલ ડેવલપ(Kharikat Canal Development) માટે રાજ્ય સરકાર અને વર્લ્ડ બેન્ક પાસે લોન(State Government and World Bank loans) લેવાની જોગવાઈ કરવામાં આવશે. જેમાં 600 કરોડ નો ખર્ચ સિંચાઈ ખાતું અને 600 કરોડ અમદાવાદ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ બેન્ક કે અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવશે. ખારીકટ કેનાલ બોક્સની કેમ બંધ કરી દેવામાં આવે છે. આ કેનાલના કામ માટે 5 અલગ કોન્ટ્રાકટ પર કામ સોંપવામાં આવશે. આ કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો:પર્વતોની મહેરબાની : ભાવનગરનું બોરતળાવ વગર વરસાદે પાણીની આવકથી થયું ઓવરફ્લો
RCC સ્ટોર્મ વોટર ડ્રેનેજ બોક્ષ -ગુજરાત સરકારના સિંચાઇ વિભાગના(Irrigation Department of Gujarat Government) માપદંડ મુજબ 73.63 ક્યુબીક મીટર પ્રતિ સેકન્ડ પાણી વાહન કરી શકે. તેવી નારોડા સ્મશાનથી વીંઝોલ(Winzol from Naroda Cemetery) સુધીની પ્રિકાસ્ટ બોકસની કેનાલ(Canal of precast boxes) અને કેનાલના બંને છેડાની બાજુ RCC વોટર ડ્રેનેજ બોક્ષ(RCC water drainage box) નાખવામાં આવશે. આ ઉપરાંત કેનાલને બંને કાંઠે જરૂરિયાત મુજબ પાણી પાઇપલાઇન નાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટની કનેટિવવીટી વધારવા કેનાલની ઉપર 30 મીટરનો ડામર રોડ બનાવવામાં આવશે. આ રોડ બનાવવાના કારણે રહેવાસીઓને રોડની સુવિધા મળશે.