અમદાવાદ : સોખડા હરિધામમાં સાધુઓને (Sokhda Haridham Controversy) ગેરકાયદે ગોંધી રાખવા મામલે હાઇકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. હાઇકોર્ટના આદેશ મુજબ પ્રબોધ સ્વામી જૂથને ઝટકો લાગ્યો છે. સંતો અને સાધ્વીઓને નિર્ણયનગર અને બાકરોલમાં કાયમી વસવાટ કરી આપવાની માંગ હાલના તબક્કે હેબીયસ કોર્પસ અરજીમાં (Habeas Corpus Petition) મંજૂર રાખવા કોર્ટે ઇનકાર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચ દ્વારા સોખડા વિવાદ અંગે ચુકાદો આપી રહી છે. આ સમગ્ર મામલે કોર્ટે નોંધ્યું કે, સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કોર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. સંતો, સાધ્વીઓ, પાસપોર્ટ અને મોબાઈલ ફોન એમને અપાઈ ચૂક્યા છે.
હાઇકોર્ટનો ઝટકો -કોર્ટે નોંધ્યું કે, સોખડા હરધામ મંદિરના વિવાદમાં વચગાળાની વ્યવસ્થા પ્રમાણે તેમને અમદાવાદના નિર્ણય નગર અને આણંદના બાકરોલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી. જોકે એમને કાયમી વસવાટ આપવાની કોઈ માંગ અરજીમાં કરવામાં આવી નથી. એવા સમયે જે માંગણી જ નહોતી એવી માંગણી પાછળના તબ્બકે કરીને રાહત માંગવાની કોશિશ (Prophet Swami Controversy) સ્વીકારી શકાય નહિ. સંતો અને સાધ્વીઓના વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે હેબિયસ કોર્પસ પિટિશનએ યોગ્ય ફોરમ નથી. વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે કાયદા પ્રમાણે અલગ અરજીઓ કરી શકાશે. પણ હાલના તબક્કે કાયમી વસવાટની માંગણી સ્વીકારી શકાય નહિ.
આ પણ વાંચો :Sokhada Haridham Controversy: સમાધાન માટે હવે આવતા મહિના સુધી જોવી પડશે રાહ