- હવામાન વિભાગની આગાહી
- રાજ્યના કેટલાક શહેરોમાં ઓરેન્જ એલર્ટ
- તાપમાનનો પારો 42ને પાર પહોંચે તેવી શકયતા
અમદાવાદ: છેલ્લા થોડાક દિવસોથી શહેરમાં વહેલી સવારે ઠંડક અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજકોટ જેવા શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ચૂકયો છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને આગામી 2 દિવસ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:કાળઝાળ ગરમી વચ્ચે અડધા ભરૂચ શહેરમાં વીજ પુરવઠો બંધ રહેશે
મહત્તમ તાપમાનમાં ખાસ ફરક નહી પડે
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેર નહી પડે પરંતુ આગામી 8 અને 9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની અસર દેખાશે. અમદાવાદમાં પણ આગામી 3 દિવસ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં વધારો થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દિવસ દરમિયાન ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતો હોવાથી શહેરીજનોને સવારથી જ ગરમી વર્તાવા લાગી છે.