અમદાવાદઃ કોરોના કાળમાં સમગ્ર દેશમાં પોલીસે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી હતી, ત્યારે સતત ફરજ બજાવનાર પોલીસ પણ ફિટ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ ફિટનેશ રીફોર્મ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.
રાજ્યના ગૃહપ્રધાન અને DGP દ્વારા અમદાવાદના પોલીસ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસ ફિટનેશ રીફોર્મ પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ વિભાગના સચિવ, શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.