અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં આવેલી નવી બિલ્ડિંગમાં ત્રણથી ચાર જેટલી કૉર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ થશે. 14 સપ્ટેમ્બરથી આ નિણર્યને અમલમાં મૂકાશે.
ગુજરાત હાઈકૉર્ટમાં 14 સપ્ટેમ્બરથી ફિઝિકલ સુનાવણી શરૂ થશે - હાઇકોર્ટ
ગુજરાત હાઇકૉર્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 14 સપ્ટેમ્બરથી ગુજરાત હાઇકૉર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં નિર્દેશ કરાયો છે.
ગુજરાત હાઇકોર્ટ
નોંધનીય છે કે, લૉકડાઉન બાદ હાઈકૉર્ટમાં વીડિયો કોન્ફરન્સ મારફતે સુનાવણી થતી હતી. હાલ અમદાવાદની નીચલી કોર્ટમાં પણ ફિઝિકલ સુનાવણી શરૂ કરાઇ છે. ગાંધીનગર IIPHની ગાઈડલાઈન મુજબ હાઈકૉર્ટમાં
ફિઝિકલ સુનાવણી માટે નિયમો અમલમાં મૂકાશે.
ચીફ જસ્ટિસે બહાર પાડેલા પરિપત્રમાં વકીલો અને અન્ય જ્યુડિશિયલ અધિકારીઓ પાસેથી આ અંગેના સૂચનો પણ માંગવામાં આવ્યા છે.