- અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીની કરી ધરપકડ
- આરોપી ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી પડાવતો રૂપિયા
- આરોપીના બેન્ક એકાઉન્ટમાં ૧૪ લાખ રૂપિયા મળી આવ્યા
અમદાવાદ: 15 ઓક્ટોબરે ન્યૂઝ પેપરમાં સરકારી નોકરીની જાહેરાત આપી નોકરી કરવા ઈચ્છુક યુવકો પાસેથી ફીના નામે પૈસા પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.
ન્યૂઝ પેપરમાં જાહેરાત
ગત 15 ઓક્ટોબરે દૈનિક ન્યૂઝ પેપરમાં સીધી ભરતી માટેની જાહેરાત આવી હતી. જેમાં કોવિડ-19ના અનુસંધાને ઘરે બેસીને કામ કરી શકાય તેવી નોકરીઓ માટે ગુજરાતના શહેર અને જિલ્લા મુજબ કુલ 2,520 ઉમેદવારોની ભરતી કરવાની છે. જે માટે નોકરી ઈચ્છૂક ઉમેદવારો ઓનલાઈન અરજી કરીને ઓનલાઈન 300 રૂપિયા ફી ભરી શકે છે.