અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પરની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ પણ તડામાર તૈયારીઓમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં હાલ કોંગ્રેસમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતની જે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં ધારી બેઠકની ટિકિટ મેળવવા માટે જોરદાર જંગ જામી રહ્યો છે. ધારીમાં કોંગ્રેસના બે પાટીદાર નેતા જ ટિકિટ મેળવવા માટે થઈ સામસામે આવી ગયા છે ત્યારે આ બેઠક પરથી હવે ટિકિટ કોને મળશે તેની પર સૌની નજર જોવા મળી રહી છે. ધારીમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પોતાની જ પુત્રી જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપવા સક્રિય છે. જેનીબેન હાલ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી તેમને ટિકિટ મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો બીજી બાજુ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુરેશ કોટડિયાને આગળ ધરી રહ્યા છે. એવી સ્થિતિમાં બે પાટીદાર નેતાઓએ આમનેસામને હાલ આવી ગયા છે.
પેટાચૂંટણીમાં 8 બેઠકો પર પ્રજા જ સબક શીખવાડશેઃ અમિત ચાવડા - અમિત ચાવડા
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને લઇ મંગળવારના રોજ ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી હતી. તારીખ 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. નોંધનીય છે કે, રાજ્ય સભામાં ચૂંટણીના લીધે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતાં. જેને કારણે ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજવામાં આવશે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોમાં ટિકિટ મેળવવા માટે જંગ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ જીતી શકે તેવી બેઠક પર ટિકિટ મેળવવા માટે કોંગ્રેસના બે પાટીદાર નેતાઓ આમનેસામને હોવાનો ચર્ચાએ જોર પકડયું છે. આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીને લઇ સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે પહેલાંથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે આઠ બેઠકો પર ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતના રાજકારણમાં પણ હલચલ જોવા મળી રહી છે.
આઠેય બેઠકો પર પ્રજા જ સબક શીખવાડશેઃ અમિત ચાવડા
જો કે, આ બેઠકને લઈ વિપક્ષના નેતા દુરાગ્રહ રાખે તો કદાચ આ બેઠક જીતવી કોંગ્રેસ માટે ખૂબ સરળ બની રહેશે તેવી શક્યતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે વી કાકડિયાએ પક્ષ પલટો કર્યો હોવાથી મતદારો તેમનાથી એક તરફ નારાજ જોવા તો મળી રહ્યા છે. ત્યારે બન્ને પાટીદારોને બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ વીરજી ઠુમ્મરની પુત્રીને ટિકિટ આપે તો ધારીની બેઠક જીતવી કદાચ કોંગ્રેસ માટે સરળ બની રહેશે તેવું લાગી રહ્યું છે .