- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રારંભ
- અમદાવાદમાં ગરમી વધી, પ્રેક્ષકો ઘટ્યાં
- પ્રેક્ષકો છાંયડાની ગોતાગોતમાં પરેશાન
- મેચ દરમિયાન સ્ટેડિયમ પર ટિકિટ ઉપલબ્ધ નહીં
ચોથી ટેસ્ટ મેચમાં પ્રેક્ષકોની સંખ્યા ઘટી, લોકો ગરમીથી પરેશાન - Pitch
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો પ્રારંભ આજથી અમદાવાદના પ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો છે. અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો પણ 37 ડિગ્રીએ પહોંચ્યો છે. ખુલ્લા મેદાનમાં ગરમીને લઇને પ્રેક્ષકો પરેશાન દેખાઈ રહ્યાં છે. પ્રેક્ષકો સ્ટેડિયમમાં જ્યાં છાંયડો દેખાય ત્યાં બેસી જાય છે.
અમદાવાદઃ સ્ટેડિયમ પર ઓફલાઈન મળતી ટિકિટને મેચ દરમિયાન અન્ય સ્થળે ખસેડી દેવામાં આવતાં ફુલ 1.32 લાખની સીટિંગ કેપેસિટીવાળા આ સ્ટેડિયમમાં 20 ટકા જ પ્રેક્ષકો મેચ જોવા આવ્યાં છે. બીજી તરફ ભારત ટેસ્ટ ક્રિકેટની ચાર મેચની સિરીઝમાં 2-1 થી આગળ છે. ત્યારે તેનો વિજય જોવા અમદાવાદીઓ ઉત્સુક છે.
આ પણ વાંચોઃ 7 માર્ચે ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો, દર્શકોની એંટ્રી પર અસમંજસ
● પીચમાં કોઈ ફેર નહીં
જો કે હજુ પણ ટર્નીગ પીચ જ સ્ટેડિયમમાં જોવા મળી છે. તેને લઈને પહેલા જ દિવસે છેલ્લી માહિતી સુધીમાં ઇંગ્લેન્ડ ઓલઆઉટ થયું છે અને ભારતની પણ એક વિકેટ પડી ચૂકી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની ટિકિટનું વેચાણ પણ થયું હતું. જેમાં લગભગ 18 હજાર જેટલા ગ્રાહકોને બીસીસીઆઈએ નિયમ મુજબ ટિકિટનું રિફંડ આપ્યું ન હતું. તેથી પણ હવે લોકોમાં અગાઉથી ટિકિટ ખરીદવાનો ટ્રેન્ડ ઘટી રહ્યો છે.