- ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓમાં 2.5 ગણો વધારો
- કુલ 35 દેશોના 151 વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ
- વર્ષ 2019માં 51 વિદેશી વિદ્યાર્થીઓ હતા
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની અલગ-અલગ વિદ્યાશાખામાં વિદેશના અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો છે, ત્યારે વાત કરવામાં આવે તો વર્ષ 2018-19માં 35 વિદ્યાર્થીઓ વિદેશના હતા. વર્ષ 2019માં 51 વિદ્યાર્થીઓ વિદેશના હતા અને વર્ષ 2020-21માં એટલે કે ચાલુ વર્ષ દરમિયાન 151 વિદ્યાર્થીઓ વિદેશના છે. આમ 2018થી 2020 સુધી સતત વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
આ પણ વાંચો -ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફાયર સેફટીને લગતો NOC પરિપત્ર જાહેર