અમદાવાદ કુખ્યાત અઝહર કીટલી અગાઉ જુહાપુરામાં રહી અનેક ગુના આચરી ચુક્યો છે. અઝહર કીટલી હાલ ભલે સાબરમતી જેલમાં હોય પણ તેણે જેલમાં બેસીને એક વેપારીને ફોન કર્યો હતો.અઝહર કીટલી એક વેપારીનેે અલગ અલગ તારીખોએ અનેક ફોન કરી ધમકીઓ આપતો અને પૈસા માંગતો હતો. વેપારીએ જવાબ ન આપતા અઝહર આવેશમાં આવી ગયો હતો. બાદમાં તેણે તેના માણસો મોકલી તોડફોડ કરાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અઝહર સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. છતાંય જેલમાં બેસીને તે ખંડણીનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
એક કીટલી જેલમાં બેસી મનીયા સુરવે બનવાના સ્વપને લઈને ચલાવી રહ્યો ખંડણીનું નેટવર્ક આ પણ વાંચો અમદાવાદ: સેન્ટ્રલ જેલમાં 2019માં કેદીઓ પાસેથી 22 જ્યારે ચાલુ વર્ષે 8 માસમાં જ 37 ફોન પકડાયાં
એક બાદ એક ગુનાઅઝહર કીટલી અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ પણ ચુક્યો છે. છતાંય જેલમાં બેસીને તે જેલના અધિકારીઓના આશીર્વાદથી ફોન કરી લોકોને ધમકાવી રહ્યો છે. હાલ વેજલપુર પોલીસે ઝાકીર હુસેન અઝહર કબૂતર, અઝહર કીટલી, બબલુ સહિતના છ લોકો સામે (jail criminal records) ફરિયાદ નોંધી છે. તાજેતરમાં અઝહર કીટલી પાસેથી ફોન મળી આવ્યો હતો અને તે બાબતે રાણીપમાં ગુનો પણ નોંધાયો હતો. અગાઉ ગુજસીટોકનો ગુનોને હવે ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા અઝહર કીટલી પોલીસના હાથથી બચી નહિ શકે. 19 થી વધુ ગુના આચરનાર અઝહર કીટલીને થોડા જ દિવસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
આ પણ વાંચો જેલમાં રહેલો કોર્પોરેટર રહ્યો હાજર, ફોન પર વાત કરવા બાબતે પોલીસ સાથે રકઝક
મનીયા સુરવે બનવાનો ખ્વાબ મનીયા સુરવે બનવાના સ્વપ્ન અઝહર આમ તો ફિલ્મી કેરેકટર મનીયા સુરવે બનવાના ખ્વાબ જોતો હતો. પણ હવે પોલીસ તેને બિલ્લીની માફક ગુનાની દુનિયામાંથી ભગાવી દેશે તેવો એક્શન પ્લાન ઘડ્યો છે. આગામી સમયમાં માત્ર અઝહર કીટલી જ નહિ પણ આ વિસ્તારના તમામ ગુનેગારો થરથર કાંપે અને ગુનો આચરતા બંધ થાય તે રીતની કડક કાર્યવાહી કરવા પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે આગામી દિવસમાં અઝહર કીટલી પકડાયા બાદ જેલમાં મોબાઈલ કેવી રીતે લઈ ગયો અને કેટલા લોકોને ધમકી આપી ખંડણી માંગી ચુક્યો છે તેનો ખુલાસો થશે. Sabarmati Jail network of extortion Azhar Keetley Call criminal in jail criminal records sabarmati jail ahmedabad