- નવા માધુપુરા બજાર સાંજે 3 વાગ્યે બાદ રહેશે બંધ
- જ્યાં સુધી પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી રહેશે બંધ
- સવારે 8થી બપોરે 3 વાગ્યે સુધી બજાર કાર્યરત રહેશે
અમદાવાદ: રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને જોઈ કેટલાક સમયથી જુદા-જુદા સ્થળોએથી વેપારીઓ સ્વયંભૂ બંધ પાડતા થયા છે. અગાઉ સાયન્સ સિટી વિસ્તારમાં પણ વેપારીઓએ શનિવાર અને રવિવારે સ્વયંભૂ બંધ પાળી કોરોનાની ચેઇન બ્રેક કરવાનો એક પ્રયાસ કર્યો હતો. 13 એપ્રિલે નવા માધુપુરા વેપારી મહાજને પણ આવી જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં 11 એપ્રિલના પ્રથમ રવિવારે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો
નવા માધુપુરા વેપારી મહાજનના પ્રમુખ
નવા માધુપુરા વેપારી મહાજનના પ્રમુખ દિનેશભાઈએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, માધુપુરા બજાર અમદાવાદનું જૂનામાં જૂનું બજાર છે. અહીં મોટાભાગના હોલસેલ વેપારીઓ વેપાર કરે છે. વળી સાંજના સમયે ટ્રાન્સપોર્ટ પણ બંધ રહેવાથી અમે સાંજના સમયે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અહીં કુલ 125થી 130 દુકાનો છે. જે બપોર બાદ બંધ રહેશે.
આ પણ વાંચો:કોરોના સામે સાવધાની રાખવા મહેસાણામાં શનિવાર- રવિવાર બજારો બંધ રહેશે
માત્ર ગુજરાત જ નહી, પણ ગુજરાતની બહાર પણ સામાન ટ્રાન્સપોર્ટ થાય છે
નવા માધુપુરા વેપારી મહાજનના પ્રમુખ દિનેશભાઇનું કહેવું છે કે, નવા માધુપુરા બજારમાં હોલસેલ ભાવે કિરાણા અને મસાલા મળે છે. જે ટ્રાન્સપોર્ટની મદદથી માત્ર ગુજરાત નહી પણ પાડોશી રાજ્યમાં પણ જાય છે. બપોરે બજાર બંધ રહેવાથી કોરોનાની ચેઇન બ્રેક થવામાં મદદ મળશે.