ગુજરાત

gujarat

By

Published : Aug 12, 2020, 5:39 PM IST

ETV Bharat / city

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી

રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ લોકોના જનજીવન પર માઠી અસર પણ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદી આગાહી કરી છે. રાજયના કેટલાક વિસ્તારોમાં આગામી બે પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેના ભાગરુપે કેટલાક તાલુકાઓમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતાના કારણે NDRFની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સ્ટેન્ડ ટૂ કરવામાં આવી
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સ્ટેન્ડ ટૂ કરવામાં આવી

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લાં પાંચેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, એવામાં હજી પણ થોડાંક દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યનાં 69 જળાશયો હાઇ એલર્ટ પર છે. ઉપરાંત કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં પૂરની પરિસ્થતિ સર્જાય તેવી શક્યતાને કારણે NDRFની ટીમો ખડેપગેે તહેનાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં પણ આજ સવારથી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે. ત્યારે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી બાજુ દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઘણાં લાંબા સમય બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 16-17 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લીધે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સાથે પ્રતિબંધ પણ લગાવી દેવાયો છે. આ ઉપરાંત વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. ઉપરાંત હવામાનવિભાગે કરેલી આગાહી અનુસાર, તા.12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, સુરત, વડોદરા, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા સહિતનાં અનેક વિસ્તારોમાં તેમજ કચ્છમાં સતત 5 દિવસ સુધી ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સ્ટેન્ડ ટૂ કરવામાં આવી


રાજ્યમાં થઇ રહેલા સારા વરસાદને કારણે રાજ્યનાં 205 જળાશયોમાં હાલમાં કુલ 55.75 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં હાલની સપાટી 119.47 મીટર છે. સરદાર સરોવરમાં 1.71 લાખ MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશકિતના 51.19 ટકા પાણીની સપાટી નોંધાઇ છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 16-17 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લીધે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સાથે પ્રતિબંધ પણ લગાવી દેવાયો છે. આ ઉપરાંત વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details