ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ શહેરનું નામ પણ થોડા સમયમાં બદલાઈ જાય તેવી શકયતા- સૂત્રો

ધૂળિયા નગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાની ઉડાનનું ફલક બન્યું છે. અમદાવાદે સારી-નરસી ઘટનાઓ જોઈ છે, પણ ઘટનાઓના બોધપાઠથી બેઠું થયેલું શહેર હંમેશા દેશની કોઇ પણ ઘટનાની પડખે ઊભું છે, ત્યારે આવતીકાલે 26 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરનો 610મો જન્મદિવસ ઉજવવામાં આવશે. જેને લઈ આત્યારેથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

By

Published : Feb 25, 2021, 5:06 PM IST

અમદાવાદ શહેરનું નામ પણ થોડા સમયમાં બદલાઈ જાય તેવી શકયતા
અમદાવાદ શહેરનું નામ પણ થોડા સમયમાં બદલાઈ જાય તેવી શકયતા

  • અમદાવાદ શહેરનો 26 ફેબ્રુઆરીએ 610મો જન્મદિવસ ઉજવાશે
  • અમદાવાદના જન્મદિવસની જોરશોરથી ઉજવણીની તૈયારીઓ શરૂ
  • માણેક બુરજની ધજા જન્મદિવસની જગ્યાએ અગાઉ જ બદલી દેવામાં આવી

અમદાવાદ: શહેરના સાબરમતીને કાંઠે વસેલું શહેર એટલે કે અમદાવાદ. આઝાદીની જ્યાંથી શરૂઆત થઈ હતી એ ગાંધી આશ્રમ પણ અમદાવાદમાં આવેલું છે. અમદાવાદ એટલે એક વખતના બ્રિટનના માન્ચેસ્ટરની ઓળખ ધરાવતું શહેર, માન્ચેસ્ટરથી માંડીને યુનેસ્કોએ જુલાઈ 2017માં દેશનું પહેલું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું શહેર એટલે કે અમદાવાદ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ધરાવતું શહેર એટલે અમદાવાદ. આવતીકાલે 26 ફેબ્રુઆરીએ અમદાવાદને 610 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. યુનેસ્કો પાસેથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવ્યા પછી આખી દુનિયામાં અમદાવાદની આગવી ઓળખ ઉભી થઈ છે. ઈન્ડો ઈસ્લામિક બાંધકામ થકી અમદાવાદ તોતિંગ ઇમારતો ધરાવતું અત્યાધુનિક શહેરો વચ્ચે પોતાની ઓળખ બનાવી છે. ઉદ્યોગ શિક્ષણથી માંડીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી અમદાવાદ આટલા વર્ષોમાં ઘણું બદલાઈ ગયું છે.

અમદાવાદ શહેરની સ્થાપના!

કહેવત છે કે "જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને અહમદાબાદ બસાયા". અમદાવાદ સાથે આ કહેવત જોડાયેલી છે. અમદાવાદનો આવતીકાલે 610મો સ્થાપના દિવસ છે. ઇ.સ. 1411માં સુલતાન અહમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું અહમદશાહે જ્યારે અમદાવાદ શહેર વસાવ્યું હતું, ત્યારે શહેરમાં એક ડર્ઝન દરવાજા હતા અને તેની ફરતે કોટ હતો જેની વચ્ચે અમદાવાદ કેદ હતું સમય જતા અમદાવાદનો વિકાસ કિલ્લા પૂરતો નહીં પણ ચારે બાજુએ થયો છે, જેના પરિણામે આજે અમદાવાદના બે ભાગ થયા છે જેમા જુનુ અમદાવાદ એટલે કે કોટ વિસ્તાર અને નવું અમદાવાદ એટલે કે પશ્ચિમ વિસ્તારમાં વેચાઈ ગયો છે. અમદાવાદની શાન ગણાતા દરવાજાઓ આજે પણ અડીખમ ઊભા છે જે અમદાવાદના ભવ્ય ભૂતકાળની યાદને તાજી કરાવે છે. "નદીની રેતમાં રમતું નગર મળે ન મળે" આ કાવ્ય અમદાવાદ માટે કવિ આદિલ મન્સૂરીએ લખેલું એ ગીત અમદાવાદ શહેરનું ઓળખ બની ગયું છે. આ જગતમાં ઘણા લોકોએ શહેર, દેશ અને વિશ્વ માટે પોતાના વ્યવસાય કરતાં જુદા વિષય પર પોતાની જિંદગીનો અમૂલ્ય સમય આપ્યો હશે પણ દેશમાં કે દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે પોતાની નહીં પણ શહેરની વર્ષગાંઠ પણ ઉજવતી હોય છે.

અમદાવાદનું નામ બદલાઈ શકે છે

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરનું નામ પણ નજીકના દિવસોમાં બદલાઈ શકે છે. અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી શહેર રાખવાની ચર્ચા ગત ઘણા સમયથી વ્યાપક રીતે પ્રસરી રહી હતી, પરંતુ તેને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. હાલ અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે, ત્યારે હવે ટૂંક સમયની અંદર અમદાવાદ શહેરનું નામ બદલીને પણ કર્ણાવતી શહેર રાખવામાં આવી શકે છે. વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે માર્ચના અંત સુધીમાં અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી રાખવામાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details