અમદાવાદ: દર વર્ષે અષાઢી બીજનાં દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરની ઐતિહાસિક રથયાત્રા સામજિક સમરસતાનો સંદેશ પૂરો પાડનારી બની ગઈ છે. આગામી 23 તારીખે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે અને ઇતિહાસમાં પ્રથમવાર આ રથયાત્રા સાદાઈથી નીકળવાની છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશને ભયજનક મકાનોને નોટિસ આપી છે.
રથયાત્રાનો જે રુટ છે તે કોટ વિસ્તારનો છે.આ કોટ વિસ્તારમા વર્ષો જુના મકાન આવેલા હોવાથી કેટલાક મકાનો કે તેનો અમુક ભાગ ભયજનક બન્યો છે.આવા ભયજનક મકાનોને રીપેર કરવાની કે ભય જનક ભાગ ઉતારી લેવા નોટિસ આપવામાં આવી રહી છે.