ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ઓક્સિજન વ્યસવસ્થાને પહોંચી વળવા મનપાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો - Oxygen demand increases in Ahmedabad

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસે હાહાકાર મચાવ્યો છે. શહેરમાં ઓક્સિજન ડિમાન્ડને પહોંચી વળવા માટે અમદાવાદ મનપાએ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. જ્યાં કર્મચારીઓ શહેરની તમામ હોસ્પિટલોમાં ઓપરેશન પહોંચાડવા માટેની તમામ માહિતી અને તમામ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે.

Ahmedabad Municipal Corporation started control room
Ahmedabad Municipal Corporation started control room

By

Published : May 8, 2021, 7:50 PM IST

  • કોર્પોરેશન શરૂ કર્યો ઓક્સિજન કંટ્રોલરૂમ
  • ઓક્સિજન કંટ્રોલરૂમમાં GPCBના કર્મચારીઓ પણ રહે છે હાજર
  • થ્રી લેયર મોનિટરિંગ કરવામાં આવ્યું છે કંટ્રોલ રૂમ પર

અમદાવાદ : જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે કેસ વધતાની સાથે ઓક્સિજનની ડિમાન્ડ પણ વધી છે. ઓક્સિજન ડિમાન્ડને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં કર્મચારીઓ દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમાં ઓપરેશન પહોંચાડવા માટેની તમામ માહિતી અને તમામ કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં ઓક્સિજન વ્યસવસ્થાને પહોંચી વળવા મનપાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો

આ પણ વાંચો : અમદાવાદમાં સૌથી પહેલુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ, મોટી સંખ્યામાં લાગી વાહનોની લાઇન

અમદાવાદ મનપાએ પોતાનો પ્લાન્ટ પણ શરૂ કર્યો

11 એપ્રિલ બાદ અમદાવાદ શહેરમાં ઓક્સિજનની એટલી ડિમાન્ડ વધી ગઇ હતી કે, લોકોના પેટ મળવા ખૂબ જ મુશ્કેલ થઈ ગયા હતા અને હોસ્પિટલની બહાર પણ એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી. ઓક્સિજનની ડિમાન્ડને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાનો પ્લાન્ટ પણ શરૂ કર્યો છે. તો સાથે જ હોસ્પિટલોને રીફીલિંગ માટે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ કામગીરી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સોલામાં પકડાયેલા 6 રેમડેસીવીર ઈન્જેકશન મામલે સુરતથી MBBS ડોકટરની ધરપકડ

જરૂરિયાત પડે તે પ્રમાણે ઓક્સિજન મળી રહે તે મુજબની વ્યવસ્થા પણ મનપાએ કરી

ઓક્સિજન કઈ રીતે અમદાવાદ પહોંચે છે અને અમદાવાદની હોસ્પિટલમાં ઓક્સિજન માટેની તમામ કામગીરીઓ કરવામાં આવી રહી છે. સાથે જ હોસ્પિટલ અને જરૂરિયાત પડે તે પ્રમાણે ઓક્સિજન મળી રહે તે મુજબની વ્યવસ્થા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. હાલની જો વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસથી આ કેસમાં થોડો ઘટાડો થયો છે, ત્યારે લોકોને આસાનીથી ઓફિસમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કંટ્રોલરૂમથી જોવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details