ગુજરાત

gujarat

ETV Bharat / city

બાળકીને જન્મ આપ્યાના બીજા દિવસે માતા કોરોના ગ્રસ્ત થઇ, સારવાર બાદ થઇ સંપૂર્ણ સ્વસ્થ - ગુજરાતના તાજા સમાચાર

રાજ્યમાં હાલ કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ સિવિલનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. માતા બાળકીને જન્મ આપ્યાના બીજા દિવસે કોરોના સંક્રમિત થઇ હતી. જેને કારણે તેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કરાવમાં આવી હતી. અમદાવાદ સિવિલના સ્ટાફની મહેનત બાદ મેઘના બેને કોરોનાને માત આપી હતી.

બાળકીને જન્મ આપ્યાના બીજા દિવસે માતા કોરોના ગ્રસ્ત થઇ, સારવાર બાદ થઇ સંપૂર્ણ સ્વસ્થ
બાળકીને જન્મ આપ્યાના બીજા દિવસે માતા કોરોના ગ્રસ્ત થઇ, સારવાર બાદ થઇ સંપૂર્ણ સ્વસ્થ

By

Published : May 3, 2021, 7:35 PM IST

  • અમદાવાદ સિવિલનો અનોખો કિસ્સો
  • મેધનાબેને બાળકીને જન્મ આપ્યો હતો
  • બાળકીને જન્મ આપ્યાના બીજા દિવસે માતા કોરોના સંક્રમિત થયા
  • સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઉમદા કામગીરી

અમદાવાદ: રાજ્યના કોરોનાએ અનેકના ઘરો તોડ્યા છે, જ્યારે આજે સોમવારે એવી એક ઘટના સામે આવી છે. જેમાં કોરોનાએ ડોક્ટરના પરિશ્રમ અને માતાની મમતા સામે કોરોના ઘૂંટણિયે પડ્યો હતો. અમદાવાદ શહેરના મેઘનાબેન દેદૂને દિકરીને જન્મ આપ્યાના બીજા જ દિવસે તેઓ કોરોનાગ્રસ્ત થયા હતા. માતા કોરોનાગ્રસ્ત બનતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા હતા.

મેધનાબેને બાળકીને જન્મ આપ્યો હતો

નવજાત બાળકના હિસ્સાનું વ્હાલ છીનવાઇ જાય તેનાથી મોટું દુખ એક માતા માટે કયુ હોઇ શકે

માતા બનવાનો અહેસાસ દુનિયાનું સૌથી મોટુ સુખ આપનારો અહેસાસ હોય છે. નવજાત બાળકીને માતાનું ધાવણ ખૂબ જ મહત્વનું હોય છે પરંતુ આ કોરોનાને તો ક્યા કોઇ જીવ પ્રત્યે સંવેદના છે જ ? અસંવેદન એવો આ કાળમુખા કોરોનાએ તો આ માતાને તેના નવજાત બાળકથી દૂર રાખવાના તમામ પ્રયત્નો કર્યા હતા પણ અંતે કોરોનાએ હાર માનવી પડી હતી.

બાળકીને જન્મ આપ્યાના બીજા દિવસે માતા કોરોના સંક્રમિત થયા

શુ છે આખી ઘટના

અમદાવાદ શહેરના મેઘનાબેન દેદૂને દિકરીને જન્મ આપ્યો હતો. આ તેમનું બીજુ બાળક છે. સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. હજુ તો આ ઉત્સવ ઉજવવાનો બાકી હતો ત્યાં બીજા જ દિવસે મેઘનાબેનને કોરોનાના લક્ષણો જણાઇ આવ્યા હતા. જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જે પોઝિટિવ આવ્યો હતો. વળી 30 ટકા જેટલા ફેફસા પણ કોરોનાથી ક્ષતિગ્રસ્ત થયા હતા. જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન માતાના શરીરમાં વાઇરસનુ સંક્રમણ એટલી ઝડપે વધી રહ્યુ હતું કે ફક્ત 2 જ દિવસમાં ફેફસાનો 85થી 90 ટકા ભાગ વાઇરસથી ક્ષતિગ્રસ્ત બન્યો હતો.

મેઘનાબેન દેદૂને કોરોનાને માત આપી

આ પણ વાંચોઃ બાળકીને જન્મ આપ્યા બાદ માતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, બાળકી સહિત પિતાને કરાયા ક્વોરેન્ટાઇન

જીવન જીવવાની આશા જ મૂકી દીધી હતી

જીંદગી અને મોત વચ્ચે સંગ્રામ ખેલી રહેલી આ માતા જીવન જીવવાની આશા છોડી જ ચૂકી હતી પરંતુ બીજી તરફ નવજાત બાળકી જેણે હજૂ તો આ ધરતી પર પગ મૂક્યો છે તે મેઘનાબેનની ઘરે પરત ફરવાની રાહ જોઇ રહી છે, માતાના ખોડામાં માથુ રાખી સૂવા માટે ઝંખના સેવી રહી હતી. માતાનું ધાવણ લઇ સક્ષમ બની જીવનમા ડગ માંડવાના સપના સેવી રહી હતી.

પ્રોગ્રેસીવ સારવાના કારણે મેઘનાબેન દેદૂને કોરોનાને હરાવ્યો

આ તમામ સ્વપ્ન મેઘનાબેનની આંખો સમક્ષ સરી રહ્યાં હતા. મેઘનાબેન દેદૂને જીવન અને મરણ વચ્ચેનો આ સંગ્રામ અને કાળમૂખા કોરોના સામેની જંગ અતિં ગંભીર બની રહી હતી. સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનત અને દર્દીનો ગમે તે ભોગે જીવ બચાવવાના નિર્ધાર સામે કોરોના હાંફ્યો! 6 દિવસની સધન સારવાર અને હોસ્પિટલના સ્ટાફની દિવસ રાતની મહેનત અને પ્રોગ્રેસીવ સારવાના કારણે મેઘનાબેન દેદૂને કોરોનાને હરાવ્યો હતો.

આ પણ વાંચોઃ કોરોનાગ્રસ્ત માતાથી વિખૂટી પડેલી 3 વર્ષની દીકરીનો માતાને મળવા આક્રંદ

મેઘનાબેને શુ કહ્યું ?

મેઘનાબેન દેદૂને જણાવ્યું હતું કે, 'સિવિલ હોસ્પિટલના તબીબો અને અહીંના તમામ સ્ટાફ મિત્રોની દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને દેખરેખના કારણે જ આજે હું ઘરે પરત ફરીને મારી નવજાત બાળકીને જોઇ શકવા સક્ષમ બની છું. મારી બાળકીને માતાનો સ્નેહ આપવા આતુરતાથી રાહ જોઇ રહી છું, મારી બાળકીને ગળે લગાડીને વ્હાલ કરવાની લાગણીઓ સેવી રહી છું. આ બધુ જ શક્ય બન્યું છે તો સિવિલ હોસ્પિટલના તબીબોની તબીબી સારવારના કારણે. અહીંનો તમામ સ્ટાફ ખૂબ જ લાગણીસભર છે, હોસ્પિટલમાં રહીને પણ હોસ્પિટલ જેવી અનુભૂતિ ક્યારેય ન થવા દે.

ABOUT THE AUTHOR

...view details