- 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ
- અમદાવાદની જનતાએ નિયમો પાડી સ્વેચ્છાએ ઘરે રહી ભગવાનના લીધા આશીર્વાદ
- ભક્તોને આનંદ છે કે, ગયા વર્ષની જેમ રથયાત્રા રદ થઈ નથી
અમદાવાદઃ જનતા કરફ્યૂ (Public curfew) વચ્ચે 144મી રથયાત્રા(Rathyatra) શાંતિથી પૂર્ણ થઈ હતી. દર વર્ષે માનવ મહેરામણ વચ્ચે ભાગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરની મુલાકાતે નીકળતા હોય છે, પરંતુ આ વર્ષે ભક્તોની ભીડ વિના જ પ્રભુએ યાત્રા કરવી પડી હતી. આ સાથે કોરોના કાળમાં પ્રશાસને રાખેલા કરફ્યૂ (Public curfew) વચ્ચે પ્રજાએ પણ પૂર્ણ સહકાર આપ્યો હતો. સમગ્ર રથયાત્રા(Rathyatra) દરમિયાન ક્યાંય પણ પોલીસ અને જનતા વચ્ચે વિગ્રહ સર્જાયો હોય એવી કોઈ ઘટના સામે આવી નથી. વળી, પોલીસ પણ પૂરતા બંદોબસ્ત સાથે ક્યાંય નિયમોનું ભંગ ના થાય તે માટે તત્પર હતી.
રથયાત્રા શાંતિથી નીકળે એ જ સૌથી વધુ આનંદની વાત આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની144 મી રથયાત્રા, કોટ વિસ્તરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રથયાત્રા કોટ વિસ્તારની શાન ગણી શકાય છે
અમદાવાદ(Ahmedabad)ના રાયપુર ચકલા પાસે મોટા પ્રમાણમાં પોલીસનો ખડકલો ઉભો કરી દેવામાં આવ્યો હતો. એક તરફ રાયપુર ચકલા વિસ્તારમાં પ્રવેશતા મુખ્ય માર્ગ સિવાયના અન્ય માર્ગ બેરીકેડ લગાવી બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે બીજી તરફ પોલીસનો પણ અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ એ જ પોળનો વિસ્તાર છે કે, જ્યાં નાનામાં નાનો તહેવાર પણ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, એવામાં રથયાત્રા (Rathyatra) કોટ વિસ્તારની શાન ગણી શકાય છે, પરંતુ કોરોના(Corona)ના કારણે આ વર્ષે કરફ્યૂ (Public curfew) લાદી દેવાતા ભક્તો વિના જ રથયાત્રાસંપૂર્ણ થઈ છે, તેમ છતાં ભક્તોને આનંદ છે કે, ગયા વર્ષની જેમ રથયાત્રા રદ થઈ નથી.
રથયાત્રા શાંતિથી નીકળે એજ સૌથી વધુ આનંદની વાત આ પણ વાંચોઃ144મી રથયાત્રા પ્રસ્થાનઃ મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ
રથયાત્રા નીકળી એ જ આ વર્ષની સૌથી મોટી વાત છે
ETV Bharat સાથે પોતાના પ્રતિભાવ કહેતા રાયપુર ચકલાના સ્થાનિકોનું કહેવું છે કે, રથયાત્રા (Rathyatra) નીકળી એ જ આ વર્ષની સૌથી મોટી વાત છે. ગયા વર્ષે કોરોનાના કારણે રથયાત્રા(Rathyatra) નીકળી શકી ન હતી. આ વર્ષે રથયાત્રા(Rathyatra) નીકળી એ ખૂબ આનંદની વાત છે. ભલે કોરોના હોય, પરંતુ કોરોના(Corona)ની આ મહામારીમાં લોકો વચ્ચે અંતર જળવાય એ ખૂબ જરૂરી હતું. આ વર્ષે પ્રભુના મનમુકી દર્શન ન કરાયા તેનો કોઈ વાંધો નહીં, પરંતુ આવતા વર્ષે વધુ ઉત્સાહથી રથયાત્રામાં સામેલ થઇ શકાશે.