અમદાવાદઃ કોરોના વાઇરસના લીધે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ભારતીય રેલવે સેવા છેલ્લા ઘણા સમયથી બંધ રહી હતી. પરંતુ આ સમયે પણ ભારતીય રેલવે દ્વારા મજૂર ટ્રેનોનું સંચાલન ચાલુ રખાયું હતું. અત્યાર સુધીમાં કુલ 1600 ટ્રેનો દ્વારા લગભગ 21.5 લાખ કામદારોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. ત્યારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત, ભારતીય રેલવે 1,જૂનથી દરરોજ 200 વધારાની ટાઈમ ટેબલ ટ્રેનો દોડાવશે.
રેલવે મંત્રાલય દ્વારા 1 જૂનથી 200 પેસેન્જર ટ્રેન ચાલુ કરાશે - Non AC- Second class train started
કોરોના વાઇરસના લીધે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ભારતીય રેલવે સેવા છેલ્લા ઘણા સમયથી બંધ રહી હતી. પરંતુ આ સમયે પણ ભારતીય રેલવે દ્વારા મજૂર ટ્રેનોનું સંચાલન ચાલુ રખાયું હતું. અત્યાર સુધીમાં કુલ 1600 ટ્રેનો દ્વારા લગભગ 21.5 લાખ કામદારોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. ત્યારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત, ભારતીય રેલ્વે 1,જૂનથી દરરોજ 200 વધારાની ટાઈમ ટેબલ ટ્રેનો દોડાવશે.
ભારતીય અર્થતંત્રમાં અર્થતંત્રની ધોરી નસ સમાન રેલવેને પણ હવે કોરોના વાઇરસના આ સંક્રમણ કાળમાં સરકાર ધીરે ધીરે પાટા પર લાવી રહી છે. જેમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત, ભારતીય રેલવે 1,જૂનથી દરરોજ 200 વધારાની ટાઈમ ટેબલ ટ્રેનો દોડાવશે. જે બિન-વાતાનુકુલિત બીજા વર્ગની ટ્રેનો હશે અને આ ટ્રેનોનું બુકિંગ irctc ની વેબસાઈટ પર ઓનલાઈન થઈ શકશે. ટ્રેનોની માહિતી ટૂંક સમયમાં રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શ્રમીકોને પોતાના વતન મોકલવાની સ્પેશિયલ ટ્રેનોની સાથે સાથે રેલવેએ દિલ્હી અને દેશના બીજા મુખ્ય શહેરોને જોડતી 15 ડેઇલી બેઝ પેસેન્જર ટ્રેન શરૂ કરી હતી. હવે આગામી 1, જૂનથી 200 નોન એસી- સેકન્ડ ક્લાસ ટ્રેન દોડશે અને તેનું બુકિંગ ટૂંક સમયમાં ઓનલાઈન શરૂ થશે. તેવી જાહેરાત કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટર પર કરી હતી.