ગુજરાત

gujarat

ETV Bharat / city

તાપમાન 40ને પાર જાય તેવી હવામાન વિભાગની આગાહી - La-Nino

ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે, તો આગામી દિવસોમાં તાપમાનમાં પણ વધારો થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

આ વર્ષે તાપમાનમાં થઈ શકે છે વધારો
આ વર્ષે તાપમાનમાં થઈ શકે છે વધારો

By

Published : Mar 14, 2021, 7:35 PM IST

  • માર્ચ મહિનાથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત
  • એપ્રિલ-મેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ
  • આ વર્ષે તાપમાનમાં થઈ શકે છે વધારો

અમદાવાદ: હવામાન વિભાગના વૈજ્ઞાનિક સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, લા-નીનોની જે અસરને કારણે ગરમીમાં સૌથી વધુ અસર જોવા મળશે. બીજી તરફ ભારતના અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં આગળ સૌથી વધુ ગરમીની અસર જોવા મળશે, તો નાગરિકોને અસહ્ય ગરમીનો સામનો પણ કરવો પડશે.

આ પણ વાંચો:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે: હવામાન વિભાગ

આવનારા દિવસોમાં ગરમી પણ વધી શકે

હવામાન વિભાગે આપવામાં આવેલી આગાહી પ્રમાણે ઉનાળાના ચાર મહિના દરમિયાન હવામાન સામાન્ય તાપમાનથી વધુ રહેશે. રાજ્યમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાં લા-નીનો અને અલ-નીનોની અસરના કારણે પ્રશાંત મહાસાગરમાંથી ઉત્પન થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વાતાવરણમાં જોવા મળે છે. જેના કારણે ગયા વર્ષ કરતાં આ વર્ષે ગરમીમાં વધારો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો:કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત, અઠવાડિયા સુધી ગરમીમાં કોઈ જ રાહત નહીં: હવામાન વિભાગ

રાજ્યમાં લા-નીનોની અસર વર્તાશે

કચ્છના ભુજ વિસ્તારમાં સૌથી વધારે ગરમીની અસર માર્ચ મહિનાની શરૂઆતથી જ જોવા મળી રહી છે. 38.7 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર કહી શકાય. ત્યારબાદ મહુવામાં 38.4 ડીસામાં, 38.2, અમરેલીમાં 38.2, સુરેન્દ્રનગરમાં 38, અમદાવાદમાં 38, ગાંધીનગરમાં 36.8, રાજકોટમાં 38, વડોદરામાં 38, સુરતમાં 37.8 ડિગ્રી તાપમાન માર્ચ મહિનાના શરૂઆતથી જ જોવા મળી રહ્યું છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તો કોઈ જ નવાઈ નહીં અને સામાન્ય રીતે દર વર્ષે ઉનાળાની ઋતુમાં મે મહિનામાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થતું હોય છે, પરંતુ લા-નીનોની અસરને કારણે તાપમાનમાં આ વર્ષે એકથી બે ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details