ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી - heavy rains in the state

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે પરંતુ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. જેના પગલે અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જો કે, રાજ્યના હવામાન વિભાગે 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટના પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

state
હવામાન વિભાગની આગાહી

By

Published : Aug 4, 2020, 10:38 PM IST

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા જ વરસાદી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર આવશે. જેને પગલે આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે. ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ઓછો નોંધાયો છે તેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ જેવા કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે બાદ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી

જો કે, આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 7 ઓગસ્ટે વલસાડ રાજકોટ જૂનાગઢ મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર પોરબંદર અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના પગલે તમામ જિલ્લાઓના કલેક્ટર્સને સ્ટેન્ડ-ટુ રહેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details