- સામૂહિક દુષ્કર્મનો મુખ્ય આરોપી ઝડપાયો
- આ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી હતી
- હજૂ મદદ કરનારા 2 આરોપીઓ ફરાર
અમદાવાદ: શહેરમાં રાજકોટની યુવતી પર 5 વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે શનિવારે મુખ્ય આરોપી માલદેવ ભરવાડ જે ફરાર હતો તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં મદદ કરનારા 2 આરોપીઓ હજૂ ફરાર છે.
કેવી રીતે રચ્યું હતું કાવતરું?
મૂળ રાજકોટની અને અમદાવાદમાં રહેતી યુવતીને માલદેવ ભરવાડ નામના યુવકે નોકરીની લાલચ આપી સંપર્ક કર્યો હતો. જે બાદ માલદેવ અને તેના 2 સાથી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી નામના યુવતીને નોકરીની લાલચ આપી ઉદેપુર, માંડવી, આબુ, ગાંધીધામ લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં નીલમ પટેલ અને જયમીન પટેલ નામના આરોપીઓએ અન્ય 3 આરોપીની મદદ કરી હતી.
આ અગાઉ 2 આરોપી પકડાયા હતા
સમગ્ર મામલે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી નામના 2 આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે માલદેવ ભરવાડ પોલીસથી બચવા નાસીતો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની પણ શનિવારના રોજ ધરપકડ કરી છે. હાલ પોલીસે માલદેવની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મદદ કરનારા 2 આરોપીઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
જાણો શું છે સમગ્ર ઘટના