- યુકેના બાથ શહેરમાં નિર્માણ પામશે ભવ્ય જગન્નાથ મંદિર
- 100 કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર
- 50 વીઘાના વિસ્તારમાં બનશે મંદિર
અમદાવાદઃ યુકેમાં 100 કરોડના મંદિર નિર્માણમાં જે મૂર્તિઓનું સ્થાપન થવાનું છે તે ઓડિશાના જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની મૂર્તિનું નિર્માણ કાર્ય સંપન્ન થયું છે. જે મૂર્તિઓનું જગન્નાથ મંદિર પુરીમાં પૂજન અર્ચન થયું હતું. ત્યારબાદ અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે પણ પૂજન થયું છે. હાલમાં આ ત્રણેય મૂર્તિઓને વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પૂજાઅર્ચન અને દર્શનાર્થે રાખવામાં આવી છે.
- હજારો વર્ષ ટકે તેવી બનાવાઈ મૂર્તિઓ
મૂર્તિઓની વિશેષતા એ છે કે, આ મૂર્તિઓ હજારો વર્ષો ટકે એવા લીમડાના લાકડામાંથી ઉડિયા કારીગરો દ્વારા બનાવાઈ છે. જે એક મૂર્તિનું લગભગ વજન 90 કિલો છે અને આ તમામ મૂર્તિઓ લંડન ખાતેના જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.