ગુજરાત

gujarat

ETV Bharat / city

તેજસ ટ્રેન સંપૂર્ણ તકેદારી સાથે 17 ઓક્ટોબરથી દોડશે, અમદાવાદ-મુંબઇના પ્રવાસીઓની પહેલી પસંદ - અમદાવાદ

17 ઓક્ટોબરથી ભારતની સુપ્રસિદ્ધ લક્ઝરિયસ તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઇ તેમજ દિલ્હીથી લખનઉ વચ્ચે દોડશે. ત્યારે IRCTCના ક્ષેત્રિય પ્રબંધક વાયુ શુક્લાએ જણાવ્યું કે, પ્રવાસીની વિશેષ માંગને કારણે આ બંન્ને કોર્પોરેટ ટ્રેનો વિશેષ રીતે શરૂ કરવામાં આવશે. તેજસને લઈને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રવાસીને પ્રદાન કરવામાં આવશે.

tejas train
ETV Bharat Gujarat

By

Published : Oct 12, 2020, 10:27 PM IST

અમદાવાદઃ તેજસ ટ્રેનની એક ટ્રીપ દરમિયાન ત્રણ વખત સેનીટાઈઝ કરવામાં આવશે. તેમજ જ્યારે પણ પેસેન્જર ટ્રેનમાં પ્રવેશે અને ઉતરે ત્યારે તે જગ્યાને પણ સેનિટાઈઝ કરવામાં આવશે. તેજસ એક્સપ્રેસનું બુકિંગ અત્યારે ચાલુ છે, જેમાં પ્રવાસીનો સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. તેજસમાં પેસેન્જરોને ગરમ ભોજન આપવામાં આવશે. જ્યારે ટીની સુવિધા અનલિમિટેડ હશે. સ્વચ્છતાના ધોરણો માટે કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.

સામાન્ય રેલવેની જ ગાઈડલાઈન તેજસ ટ્રેનને લાગુ થશે. બધા પેસેન્જરોએ બોર્ડિંગ કરતાં પહેલાં થર્મલ સ્ક્રીનીંગ કરાવવું પડશે અને આરોગ્યની પણ ફરજિયાત પણે તપાસણી કરવામાં આવશે. સ્ટાફે પણ સાવચેતીના પગલા તરીકે ફેસ માસ્ક અને સેફટી ગિયર પહેરવાના રહેશે. પેસેન્જરોએ 90 મિનિટ પહેલા સ્ટેશને પહોંચવાનું રહેશે અને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. સંપૂર્ણ યાત્રા દરમિયાન ફેસ માસ્ક ફરજિયાત છે.

આ ઉપરાંત 50 ટકા કેપેસિટી સાથે તેજસ ટ્રેન ચાલતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશિષ્ટ પ્રકારની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટ ચાલુ છે, પરંતુ તેના કરતાં વધુ સારી સુવિધાઓ અને અડધુ ભાડું હોવાથી તેજસ પ્રવાસીની પહેલી પસંદ બની છે.

17 ઓક્ટોબરથી વિશેષ તકેદારીઓ સાથે દોડશે લક્ઝુરિયસ તેજસ ટ્રેન

અંધેરી સ્ટેશને પણ તેજસ ટ્રેન ઉભી રહેશે. તેથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી જઇ શકે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, તેજસ ટ્રેનના ભાડામાં કોઈ પણ વધારો કે ઘટાડો નથી કરાયો.

વાંચો તેજસ ટ્રેનના અન્ય સમાચાર

દેશની પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ' એકસપ્રેસ 4 ઑક્ટોબર 2009ના રોજ લખનઉથી દિલ્હી સુધીની શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' અમદાવાદ-મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થવા જઇ રહી છે. જેનું ઉદ્ઘાટન આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીલીઝંડી આપી કર્યુ હતું. આ ટ્રેનમાં વિશેષ સુવિધાઓ જેવી કે એક્ઝિક્યુટિવ ચેરકાર, દરેક સીટ પાછળ એલઈડી સ્ક્રીન જેમાં પ્રવાસીને મુવી, મ્યુઝીક, સ્પોટ, ડોક્યુમેન્ટ, ગેમ્સ જેવી સુવિધા આપવામાં આવી છે.

અનલોકની પ્રક્રિયા શરૂ થતા રેલવે દ્વારા પોતાની સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે યાત્રીઓ માટે વધુ એક ખુશીના સમાચાર છે. ભારતની બહુચર્ચિત લક્ઝરીયસ ટ્રેનમાં ગણાતી તેજસ ટ્રેન આગામી 17 ઓક્ટોબરથી બે રૂટ પર શરૂ થશે.

અમદાવાદ રેલવે સ્ટેશનથી સવારે IRCTCની ખાનગી ટ્રેન શરૂ થઈ છે. જે સાંજે 4.30 કલાકની આસપાસ મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચી હતી. જ્યારે તેજસ ટ્રેન મુંબઇ પહોંચી હતી, ત્યારે મુંબઈ રેલ વિભાગ દ્વારા ઢોલનગારાં વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદથી મુંબઇ સુધીની સફર કરતાં પ્રવાસી સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી. પ્રવાસીએ તેજસ એક્સપ્રેસની પ્રથમ પ્રવાસીઓને કેવી લાગી તે અંગે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.

દેશની બીજી અને ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ રહી છે. તેજસ ટ્રેનમાં પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં ગુજરાતી પ્રવાસીઓ વધુ રહેવાના કારણે ટ્રેનના ફૂડ મેનુમાં ગુજરાતી ઢોકળાં, પાતરાં સહિતની વાનગીઓને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. તેજસમાં પ્રવાસીઓને કેવું ફૂડ મળશે તે અંગે ટ્રેનના મુખ્ય રસોઇયા-શેફ અજય સુદે ETV ભારતના સંવાદદાતા સાથે વિગતો શેર કરી હતી.

ABOUT THE AUTHOR

...view details