ગુજરાત

gujarat

ETV Bharat / city

Kishan Bharwad murder case: TFI સંઘઠન નામના બેંક એકાઉન્ટમાંથી 11 લાખના વ્યવહાર સામે આવ્યા - કિશન ભરવાડ હત્યા કેસ

Kishan Bharwad murder case: ATSને મૌલાના કમરગની ઉસમાનીના સંગઠન તહેરિક-એ-ફરોગે (TFI)નું બેંક એકાઉન્ટ મળ્યું છે. આ TFI સંગઠનના બેંક એકાઉન્ટમાંથી 11 લાખ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા છે.

Kishan Bharwad murder case: TFI સંઘઠન નામના બેંક એકાઉન્ટમાંથી 11 લાખના વ્યવહાર સામે આવ્યા
Kishan Bharwad murder case: TFI સંઘઠન નામના બેંક એકાઉન્ટમાંથી 11 લાખના વ્યવહાર સામે આવ્યા

By

Published : Feb 7, 2022, 10:27 PM IST

અમદાવાદ: ચકચારી કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharwad murder case)માં દિવસે દિવસે નવા ખુલાસા સામે આવી રહ્યા છે ત્યારે ATSને મૌલાના કમરગની ઉસમાની (Kamargani usmani)ના સંગઠન તહેરિક-એ-ફરોગે (TFI)નું બેંક એકાઉન્ટ મળ્યું છે. આ TFI સંગઠનના બેંક એકાઉન્ટ (TFI account)માંથી 11 લાખ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા છે. હવે મૌલાના કમરગનીએ આ રુપિયા ક્યાંથી મેળવ્યા હતા અને ક્યાં ખર્ચ્યા હતા એ દિશામાં તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:Dhandhuka Murder Case : કમરગની ઉસમાનનીના 9 દિવસના રિમાન્ડ મંજૂર, અજિમ સમા જ્યુડિશિયલ કસ્ટડીમાં

ATSની પૂછપરછમાં વધુ એક મોટો ધડાકો

ધંધુકાના બહુ ચર્ચિત કિશન ભરવાડ હત્યા કેસમાં ATSની તપાસ (ATS inquiry in kisan bharvad murder)માં વિવિધ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. દરમિયાન કિશન ભરવાડ કેસની તપાસ કરી રહેલી ATSની પૂછપરછમાં વધુ એક મોટો ધડાકો થયો છે. આ હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપી દિલ્હીના મૌલાના કમરગની ઉસમાનીની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ATSને મૌલાના કમરગની ઉસમાનીના સંગઠનની એક બેંક ડિટેઈલ મળી આવી છે. આ સંગઠનના બેંક એકાઉન્ટમાંથી 11 લાખ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા છે. 11 લાખ રૂપિયામાંથી 9 લાખ રૂપિયા એકાઉન્ટમાંથી ખર્ચ કરવામાં આવ્યા હતા. ત્યારે આ રકમનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હતો એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Owaisi Car Firing: ગૃહપ્રધાને સંસદમાં કહ્યું- કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો, ઝેડ કેટેગરીની સુરક્ષા સ્વીકારો

ABOUT THE AUTHOR

...view details