- દંપતીના 05 હત્યારાઓને 10 દિવસના રિમાન્ડ માટે મોકલાયા
- ક્રાઈમ બ્રાન્ચે સોલા પોલીસને કેસ સોંપ્યો
- હજી એક આરોપીને પકડવાનો બાકી
અમદાવાદ:જિલ્લાના થલતેજમાં વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા કરનારાઓને રૂરલ કોર્ટે 10 દિવસના રિમાન્ડ માટે મોકલ્યા છે. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માટેની અપીલ કરી હતી પણ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આ પણ વાંચો:બાવળા બગોદરા હાઈવે પર થયેલ લૂંટ મામલે 4 આરોપીની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે કેસ સોલા પોલીસને સોંપ્યો
પાંચેય આરોપીઓના રિમાન્ડ મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે કેસ સોલા પોલીસને વધુ તપાસ માટે સોંપી દીધો છે. અગાઉ 05માંથી એક અપરાધીને બહેનના લગ્ન માટે પૈસાની જરૂર હોવાથી તેણે ચોરી કરવાનું કાવતરું ઘડ્યા હોવાનું પોલીસ આગળ કબૂલ કર્યું હતું. અત્યાર સુધી પાંચ આરોપીની ધડપકડ થઈ ચૂકી છે. જ્યારે એક આરોપી રવિ શર્મા કે જેણે સૂચના આપી હતી તેને પકડવાનો બાકી છે. જો કે બીજી તરફ હજી પોલીસ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:વી.એસ. હોસ્પિટલ ફરી વિવાદમાં, પરિજનોની જાણ બહાર શબઘરમાંથી બે મૃતદેહ બદલાયા