ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ શહેરની હદમાં વધારો પણ નીચલી કોર્ટનું જ્યૂરિડિકશન 13 વર્ષથી બદલાયું નથી - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ શહેરનો હદ વિસ્તાર હાલમાં જ વધારવામાં આવ્યો છે, અને પાછલા 13 વર્ષમાં બે-વાર વધારવામાં આવ્યો છે, તેમ છતાં અમદાવાદમાં આવેલી નીચલી કોર્ટમાં હજી જૂનાં જ્યૂરિડિકશન હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવે છે. એટલે કે અમદાવાદના પ્રહલાદનગર, વસ્ત્રાપુર કે સહિતના પોશ વિસ્તારમાં રહેતાં લોકોને હજી પણ ન્યાય મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરવી પડે છે.

અમદાવાદ શહેરની હદમાં વધારો પણ નીચલી કોર્ટનું જ્યૂરિડિકશન 13 વર્ષથી બદલાયું નથી
અમદાવાદ શહેરની હદમાં વધારો પણ નીચલી કોર્ટનું જ્યૂરિડિકશન 13 વર્ષથી બદલાયું નથી

By

Published : Aug 8, 2020, 5:20 PM IST

અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડા, સાબરમતી કે વિસત સહિતના વિસ્તારો અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની હદમાં આવે છે તેમ છતાં કોર્ટમાં જૂનાં જ્યૂરિડિકશનને લીધે આ વિસ્તારોમાં રહેતાં લોકોને ન્યાય મેળવવા માટે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જવું પડે છે, કારણ કે અમદાવાદની નીચલી કોર્ટનું જ્યૂરિડિકશન વર્ષ 2007 બાદ બદલવામાં આવ્યું નથી. હવે અમદાવાદના ભાગ બનેલા લોકોને ન્યાય મેળવવા આજે પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરવી પડે છે.

અમદાવાદ શહેરની હદમાં વધારો પણ નીચલી કોર્ટનું જ્યૂરિડિકશન 13 વર્ષથી બદલાયું નથી
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતા તમામ વિસ્તારોને આવરી લેવામાં આવે છે. જોકે 13 વર્ષથી નીચલી કોર્ટનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બદલવામાં આવ્યું નથી. અમદાવાદ બાર એસોસિએેશન દ્વારા હાઈકોર્ટને અનેકવાર આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે, જોકે હજી સુધી અમદાવાદ બાર એસોસિએેશન મુદ્દે કંઈ થયું નથી. જો નીચલી કોર્ટના જ્યૂરિડિકશનમાં ફેરફાર થાય તો બોપલ, ઘુમા સહિતના વિસ્તારોના કેસ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જ સુનાવણી હાથ ધરાય.
અમદાવાદ શહેરની હદમાં વધારો પણ નીચલી કોર્ટનું જ્યૂરિડિકશન 13 વર્ષથી બદલાયું નથી
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ અને મેટ્રોપોલિટન કોર્ટ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતાં વિસ્તારો સુધી જ્યૂરિડિકશન છે. નોંધનીય છે કે ગત મહિને જ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ, ઘુમા, સહિત કેટલાક અમદાવાદ ગ્રામ્યના વિસ્તારને શહેરમાં સામેલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details