- દાંડીથી દિલ્લી સુધી યોજાશે મિટ્ટી યાત્રા
- દિલ્હીમાં શહીદ ખેડૂતોના સ્મારક બનાવવામાં માટીનો ઉપયોગ કરાશે
- યાત્રા ગુજરાતના દાંડી પથ પર વિવિધ સ્થળોની માટી લેશે
- અનેક સંગઠનોએ યાત્રાને પોતાનું સમર્થન જાહેર કર્યું
અમદાવાદ:ખેડૂતોની આગેવાની કરી સ્વતંત્રતા આંદોલન સમયે 'સરદાર'નું બિરુદ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલના બારડોલી સત્યાગ્રહ અને જન્મ સ્થળની મુલાકાત લઈ સત્યાગ્રહની પ્રેરણા અને માટીરૂપી આશીર્વાદ મેળવશે.
ગુજરાતના નાગરિકો, ખેડૂતો, માછીમારો અને આગેવાનો પોતાના ગામની માટી 'મિટ્ટી સત્યાગ્રહ' યાત્રાને દેશની અને ખેડૂત, નાગરિકોની એકતા સ્વરૂપે આપશે.
આ પણ વાંચો:મિટ્ટી સત્યાગ્રહ યાત્રા પહોંચી સરદારના વતન કરમસદ
'મિટ્ટી સત્યાગ્રહ' દ્વારા સ્વતંત્રતા સંગ્રામની યાદો તાજી કરાવશે
ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં 'મિટ્ટી સત્યાગ્રહ' દ્વારા સ્વતંત્રતા સંગ્રામની યાદો તાજી કરાવશે. નવા ભારત માટે બંધારણ દ્વારા પ્રસ્થાપિત મૂલ્યોના જતન અને રક્ષણ માટે સંદેશ લઈ યાત્રા યોજાવાની છે. મિટ્ટી યાત્રા 30 માર્ચથી 5 એપ્રિલ સુધી દાંડીથી દિલ્લી સુધી જશે. આ યાત્રા ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા, પંજાબનાં વિવિધ સત્યાગ્રહ સ્થળોની મુલાકાત લેશે. ત્યાની માટી લઈ આ યાત્રા 5 એપ્રિલના રોજ દિલ્લી પહોંચશે. ગુજરાતમાં યાત્રા 30 અને 31 માર્ચના રોજ પસાર થશે.
આ પણ વાંચો:દાંડી યાત્રિકો નાપા ગામ ખાતે વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે
એક હૈ માટી એક હૈ લોગ
ભારતની એકતાનો સંદેશ અને અન્યાય સામે સંઘર્ષ કરી મેળવેલી આઝાદીના જતન અને રક્ષણનો સંદેશ આ યાત્રા આપશે. ભારતની સંસ્કૃતિ અને અર્થતંત્રના પાયા સમાન કૃષિ ક્ષેત્ર, પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન અને માછીમારી કરતાં સમૂહો સામે પડકારો છે. 120થી વધુ દિવસોથી દિલ્લી બોર્ડર પર ચાલતા આંદોલનના ટેકામાં ભારતના દરેક રાજયોમાં સ્વતંત્રતા આંદોલન સમયના ઐતિહાસિક સ્થળોની માટી એકત્ર કરવામાં આવી રહી છે. ગાંધી, સરદાર, ડૉ. આંબેડકર, ભગતસિંહ, અશ્ફાક ઉલ્લાહ જેવા અનેક નામી-અનામી સ્વતંત્રતા આંદોલનના લડવૈયાઓની કર્મભૂમિ અને જન્મભૂમિથી માટી સ્વતંત્રતા સંગ્રામની યાદ અપાવશે.
દેશના નાગરિકો દ્વારા માટી એકઠી કરવામાં આવી રહી છે
દેશના અનેક નાગરિકો અને આગેવાનો દ્વારા માટી એકઠી કરવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે પોતાની વાત રજૂ કરવા દેશભરમાં 'એક મુઠ્ઠી મિટ્ટી' દ્વારા મિટ્ટી સત્યાગ્રહ થઈ રહ્યો છે. 'એક હૈ માટી, એક હૈ લોગ'નો સંદેશ પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં આ યાત્રા દાંડી, બારડોલી, ઉમરાછી, ભરૂચ, કરમસદ, ગાંધી આશ્રમ વગેરે સ્થળોએ માટી અને આશીર્વાદ માટે મુલાકાત લેશે. ગુજરાતનાં અનેક ગામોમાંથી આ માટી સત્યાગ્રહને એક મુઠ્ઠી માટી મોકલી દેશ અને નાગરિકોની એકતાનો સંદેશ દિલ્લી મોકલવામાં આવશે.