ગુજરાત

gujarat

ETV Bharat / city

મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીના કારણે 26 ઓગસ્ટ સુધી બંધ રહેશે શ્યામલ પાસે આવેલો જીવરાજ બ્રિજ - જીવરાજ બ્રિજ 26 ઓગસ્ટ સુધી બંધ રહેશે

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે શ્યામલ પાસે આવેલા જીવરાજ બ્રિજમાં પણ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. તો હવે આ કામગીરીના કારણે 20થી 26 ઓગસ્ટ એમ એક અઠવાડિયા સુધી આ બ્રિજ વાહનવ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ રહેશે.

26 ઓગસ્ટ સુધી બંધ રહેશે શ્યામલ પાસે આવેલો જીવરાજ બ્રિજ
26 ઓગસ્ટ સુધી બંધ રહેશે શ્યામલ પાસે આવેલો જીવરાજ બ્રિજ

By

Published : Aug 21, 2021, 12:49 PM IST

  • મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીના કારણે શ્યામલ પાસે આવેલો જીવરાજ બ્રિજ બંધ
  • 20થી 26 ઓગસ્ટના રાત્રિ 10 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે
  • લોકોએ આ 7 દિવસ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે

અમદાવાદઃ શહેરભરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે શ્યામલ પાસે આવેલા જીવરાજ બ્રિજમાં આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે, જેને ધ્યાનમાં રાખી 20થી 26 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યા સુધી જીવરાજ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીવરાજ બ્રિજના દક્ષિણ છેડે આવેલો સર્વિસ રોડ પણ આ સાત દિવસ દરમિયાન બંધ રહેશે.

આ પણ વાંચો-અમદાવાદમાં મેટ્રોની કામગીરી ચાલુ હોવાના કારણે શ્યામાપ્રસાદ મુખરજી બ્રિજ બંધ કરાયો

સંયુક્ત પોલીસ કમિશનરે (ટ્રાફિક) આપી સમગ્ર માહિતી

આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, લોકો જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ જવા વેજલપુર રોડનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત બળિયાદેવ મંદિર ચાર રસ્તાથી જમણીબાજુ વળી વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી ચંદ્રમૌલી સ્કૂલ ત્રણ રસ્તાથી પણ જઈ શકાશે. તો લોકો જીવરાજ બ્રિજના નીચેના ભાગથી ડાબી બાજુ બ્રિજને સમાંતર સર્વિસ રોડથી શ્યામલ ચાર રસ્તા તરફ તથા તે રૂટ મુજબ શ્યામલથી જીવરાજ ચાર રસ્તા અવરજવર કરી શકશે.

આ પણ વાંચો- અમદાવાદમાં નહેરુ બ્રિજ બંધ થતા એલિસ બ્રિજ પર ટ્રાફિક જામ

લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે

આ ઉપરાંત શ્યામલ ચાર રસ્તાથી શ્રી આનંદમયી માર્ગ પર કેન્યુગ ચાર રસ્તાથી માણેકબાગ ચાર રસ્તાથી જમણી બાજુના વૈકલ્પિક રસ્તાનો પણ લોકો ઉપયોગ કરી શકશે. આ સાથે જ શ્રેયસબ્રિજ પરથી ધરણીધર ચાર રસ્તાથી જમણીબાજુ વળી ડો. સી. વી. રમન માર્ગ પર હરેન પંડ્યા ઉદ્યાનથી જમણી બાજુ વળી ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી સીધા જીવરાજ ચાર રસ્તા પહોંચી શકશે.

ABOUT THE AUTHOR

...view details