ગુજરાત

gujarat

ETV Bharat / city

મોલ્સમાં આતંકી હુમલાની આશંકાની સંદર્ભે સુરક્ષા વધારવા પોલીસ કમિશનરે આપી આ સૂચનાઓ - અમદાવાદ શહેર પોલીસ કમિશનર

અમદાવાદ સહિત રાજ્યમાં આતંકી હુમલો થવાની આશંકાને પગલે આઈબીનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મોલમાં પણ આતંકી હુમલો થવાની શક્યતાને પગલે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં સુરક્ષા સંદર્ભે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

મોલ્સમાં આતંકી હુમલાની આશંકાને સંદર્ભે સુરક્ષા વધારવા પોલીસ કમિશનરે આપી આ સૂચનાઓ
મોલ્સમાં આતંકી હુમલાની આશંકાને સંદર્ભે સુરક્ષા વધારવા પોલીસ કમિશનરે આપી આ સૂચનાઓ

By

Published : Jun 11, 2020, 8:22 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મોલમાં આતંકી હુમલાને પગલે જાહેરનામું આપ્યું છે. જેમાં મોલમાં પ્રવેશતાં તમામ વાહનોનું ચેકિંગ કરવા તથા ચેકિંગમાં અન્ડર વ્હિકલનો ઉપયોગ કરવા જણાવ્યું છે. મોલમાં પ્રવેશતાં તમામ લોકોનું ચેકિંગ કરવું. હથિયાર સાથે કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપવો. મોલમાં પ્રવેશતાં તમામ વ્યક્તિઓના સામાન સ્ક્રિનિંગ કરવાનું જ રહેશે.

મોલ્સમાં આતંકી હુમલાની આશંકાને સંદર્ભે સુરક્ષા વધારવા પોલીસ કમિશનરે આપી આ સૂચનાઓ
મોલમાં એક્સપ્લોસિવ જેવા પ્રતિબંધિત પદાર્થ ન આવે તે અંગેની ચકાસણી કરવી તથા એક્સપ્લોસિવ ડિટેક્શનના સાધનો ટફ સ્નિફર ડોગનો ઉપયોગ કરવો. દરેક મોલમાં હાઈ રિઝોલ્યૂશન સીસીટીવી કેમેરા 24*7 કલાક ચાલુ રાખવા અને મોનિટરિંગ કરવું. મોલની માલિકી બદલાય તો પોલીસને જાણ કરવી. મોલની સુરક્ષા માટે અદ્યતન પ્રશિક્ષિત સિક્યુરિટી ગાર્ડને રાખવા.પોલીસ કમિશનરે જાહેરનામાંમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ચીજવસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જેનું મોલના માલિક તથા સંચાલકોએ પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details