- કોરોનાના વધતા કેસ સામે મનપાએ નવી સુવિધા ઉભી કરી
- રેમડેસીવીરના 10 હજાર ઇન્જેક્શન જરૂરિયાતમંદો માટે નિર્ધારિત કર્યા
- મનપા સંચાલિત હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો
અમદાવાદઃ શહેરમાં દૈનિક કોરોનાના કેસમાં વધારો થતાં મનપાએ અગાઉ મનપા દ્વારા રીફર કરાયેલા દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં 20 ટકા આરક્ષણ જાહેર કરતો ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડરના બીજા જ દિવસે મનપા કમિશન મુકેશ કુમારે નવો ઓર્ડર કર્યો છે. જેમાં મનપા સંચાલિત VS, શારદા અને LG હોસ્પિટલને સંપૂર્ણ રીતે કોવીડ-19 માટે ડેઝિગ્નેટેડ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ કોવિડ સેન્ટરમાં દર્દીઓને સવારે ઘરનો ચા અને નાસ્તો આપવા માટે સંબંધીઓની લાંબી કતારો લાગી