- 1878માં નીકળી હતી પહેલી રથયાત્રા
- મહંત નારસિંહદાસની પ્રેરણાથી નીકળી રથયાત્રા
- આ અષાઢી બીજે 144મી રથયાત્રા
અમદાવાદઃ દર વર્ષે અષાઢી બીજે ઓરિસ્સા(Odisha)ના જગન્નાથપુરી(Jagannath Puri) અને અમદાવાદ(Ahmedabad)ના જગન્નાથ મંદિર(Jagannath Temple)થી રથયાત્રા(Rathyatra)નું પ્રસ્થાન થાય છે. આ બન્ને રથયાત્રાઓ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. આ વખતે ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા(Rathyatra)ની શરૂઆત અમદાવાદ(Ahmedabad)માં અષાઢ સુદ બીજના રોજ 1878માં મહંત નરસિંહદાસ દ્વારા કરવામાં આવી હતી. હવે આ ઉત્સવ અમદાવાદીઓનો પ્રિય એવો લોકોત્સવ બની ચૂક્યો છે તેમજ જગન્નાથ નગર દેવતા બની ચૂક્યા છે.
અમદાવાદના જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ આ પણ વાંચોઃઅમદાવાદ: રથયાત્રાના આયોજનની પ્રબળ શક્યતા
મંદિરની કથા
મંદિરની સ્થાપના વિશે કથા છે કે, 400 વર્ષ પહેલાં જ્યારે અમદાવાદ(Ahmedabad)ના સાબરમતી નદી(Sabarmati River)ના કાંઠા જંગલ જેવા હતા. ત્યારે મહંત હનુમાનદાસજીએ અહીં ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેમના અનુગામી સારંગદાસજી જગન્નાથના ભક્ત હતા અને તેઓ ઓરિસ્સા(Odisha)ના પુરી જગન્નાથ મંદિરની મુલાકાતે ગયા ત્યારે તેમને સ્વપ્ન આવ્યું કે, ત્યાં ભગવાને તેમના મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ત્રણ પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે. આ રીતે મંદિરની સ્થાપના કરવામાં આવી અને તેની અંદર ગૌશાળા પણ બનાવવામાં આવી છે. જે આજે પણ હયાત છે. 1878માં નરસિંહદાસજીએ પુરીની જેમ અમદાવાદ(Ahmedabad)માં રથયાત્રા (Rathyatra)શરૂ કરાવી.
રથયાત્રાની તૈયારીઓ અને પરંપરાઓ
રથયાત્રા(Rathyatra)માં ભગવાનના રથ નાળિયેરીના ઝાડમાંથી બનાવવામાં આવે છે. આ રથ ભરૂચ(Bharuch)ના ખલાસીઓ દ્વારા બનાવાય છે અને તેને ખેંચવાનું કામ પણ ખલાસીઓ દ્વારા જ કરવામાં આવે છે. રથયાત્રા(Rathyatra)પૂર્વ જલયાત્રા, જયેષ્ઠ અભિષેક, મોસાળુ, નેત્રોત્સવ જેવી વિધિઓ અને પરંપરાઓ કરવામાં આવે છે. રથયાત્રા(Rathyatra)ના પ્રસ્થાન પૂર્વ ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા પહિંદ વિધી અંતર્ગત પ્રતિકાત્મક રીતે ભગવાનના રથનો રસ્તો સાફ કરવાની પરંપરા છે.
અમદાવાદના જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ આ પણ વાંચોઃRath yatra 2021 - ગુજરાત સરકાર રથયાત્રા અંગે મંજૂરી કયારે આપશે?
રથયાત્રામાં હાથી, ભજન મંડળીઓ, અખાડાઓ, શણગારેલી ટ્રક વગેરે આકર્ષણનું કેન્દ્ર છે
ભાવિક ભક્તોને પ્રસાદમાં મગ, ખીચડો અને જાંબુ અપાય છે. કુલ 14 કિલોમીટરની લંબાઈ ધરાવતા રથયાત્રા(Rathyatra)નો માર્ગ સમગ્ર પૂર્વ અમદાવાદ(Ahmedabad)ના કોટ વિસ્તારોમાંથી પસાર થાય છે. રથયાત્રા(Rathyatra)માં હાથી, ભજન મંડળીઓ, અખાડાઓ, શણગારેલી ટ્રક વગેરે આકર્ષણનું કેન્દ્ર છે. પહેલા કોમી તંગદિલીનું કારણ બનેલી રથયાત્રા હવે કોમી એખલાસનું કારણ બની ચૂકી છે. સમગ્ર રથયાત્રા(Rathyatra)માં હજારોની માત્રામાં પોલીસ જવાનો તેમજ રેપિડ એક્શન ફોર્સના જવાનો અને પેરામિલેટ્રી પણ જોડાયેલી રહે છે.
રથયાત્રા અને કોમી તોફાનો
1946માં રથયાત્રા(Rathyatra) દરમિયાન થયેલા કોમી તોફાનોએ બે યુવાનોના જીવ પણ લીધા હતા. જેમાં વસંતરાવ અને રજબ અલીનો સમાવેશ થાય છે. જેમને વેર-ઝેર રોકવા પોતાના જીવ આપ્યા. જે આજે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક બની ચૂક્યા છે. આજે તેમની પુણ્યતિથિ પણ છે. આ ઉપરાંત 1969માં પણ જગન્નાથ મંદિર સંદર્ભમાં જ બે કોમો વચ્ચે રમખાણ થયા હતા, પરંતુ તેમ છતાં રથયાત્રા(Rathyatra)ના રૂટમાં કોઈ ફેર પડ્યો નથી.
2002ના કોમી રમખાણો બાદ પણ રથયાત્રાની નીકળી હતી
1985માં પણ કોમી રમખાણોને લઈને રથયાત્રા (Rathyatra)બંધ રાખવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ ભારે પોલીસ પ્રોટેક્શન(Police Protection) સાથે રથયાત્રા (Rathyatra)કાઢવામાંઆવી હતી. તેવી જ રીતે 2002ના કોમી રમખાણો બાદ પણ રથયાત્રા (Rathyatra) નીકળી હતી. આ ઉપરાંત હાથી દ્વારા પણ પ્રતિબંધ હોવા છતાં રથયાત્રા (Rathyatra)માં રથ ખેંચીને લવાયા હોય તેવી પણ ઘટનાઓ લોકમુખે સાંભળવા મળે છે. આજે તો રથયાત્રા (Rathyatra)માં એ કોમના લોકો તેનું સ્વાગત કરે છે અને સ્મૃતિ ભેટ પણ આપે છે. તેવી જ રીતે જગન્નાથ મંદિરના મહંત પણ અન્ય કોમના લોકોના તહેવારમાં હાજરી આપે છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં કરફ્યુ સાથે નીકળી શકે રથયાત્રા ?, જાણો શું છે સંભાવના....
રથયાત્રા દરમિયાન સુરક્ષા
રથયાત્રા(Rathyatra)ના ઈતિહાસને જોતા અને અમદાવાદ(Ahmedabad)ના સૌથી મોટા નગરોત્સવ જ્યાં લાખો લોકો એકત્ર થતા હોય, તેને લઈને રાજ્ય અને કેન્દ્રના ગૃહ વિભાગની પણ તેના પર નજર હોય તે સમજી શકાય છે. રથયાત્રા પૂર્વે સુરક્ષાને લઇને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં બોમ્બ સ્ક્વોડ, સ્નીફર ડોગ હોય કે પછી રથયાત્રા(Rathyatra)ના રૂટ પર આવેલા ભયજનક મકાનો તોડી પાડવાની વાત હોય, તે તમામ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત રથયાત્રા (Rathyatra)પરથી નજર રાખવા ડ્રોન અને રથમાં જીપીએસ સિસ્ટમ પણ ફિટ કરવામાં આવે છે.