અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના નિર્દેશ કરતાં કહ્યું કે, યતીન ઓઝા ગેરવર્તન બદલ હંમેશા કોર્ટ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે. ગુજરાત હાઈકોર્ટ હાઈપાવર કમિટીના આધારે યતીન ઓઝનું સિનિયર પદ ખેંચી લેતા તેમણે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ બિનશરતી માફી માગી લીધી છે. યતિન ઓઝાએ કોર્ટને કહ્યું કે તેમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો.
હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો - ETVBharat
ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કરતાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે, ઓઝાની ટિપ્પણીઓથી સંસ્થાની ગરિમાને હાનિ પહોંચી છે. જેથી કરીને તેમની બિનશરતી માફીનો સ્વીકાર કરી શકાય નહી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 3જી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
![હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો હાઈકોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફીનો અસ્વીકાર કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8566100-thumbnail-3x2-apology-unaccepted-7204960.jpg)
નોંધનીય છે કે, આ અંગે યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રજીસ્ટરની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યાં હતાં. યતીન ઓઝાના આક્ષેપો બાદ ગુજરાત હાઇકોર્ટની કમિટીએ અંગેની તપાસ કરાવી હતી જેમાં તેમના તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયાં હતાં. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટે તેમની સામે સુઓમોટો કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ફગાવી દીધું હતું.
યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેસની લિસ્ટિંગ મુદ્દે આક્ષેપ કર્યો હતો કે ફેવરેટિઝમ અને ભ્રષ્ટાચારથી મેટર લિસ્ટ કરવામાં આવે છે.