અમદવાદ: હાઈકોર્ટે જાહેરહિતની અરજીમાં કરવામાં આવેલી રજૂઆત પર અવલોકન કરતાં કહ્યું કે ઘણા કેદીઓ વચગાળા જામીન પર બહાર છે જ્યારે જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર થાય ત્યારે જેલ સત્તાધીશોએ આરોપીના શરીરનું તાપમાન અને અન્ય વસ્તુઓની ખાતરી કરવી અને નિયમોને અનુસરવું જોઈએ.
તમામ કેદીઓને સમાન ગણી વચગાળા જામીન આપવાની અરજી હાઈકોર્ટે ફગાવી - પીઆઈએલ
કોરોના મહામારી દરમિયાન કાચા કામના કેદીઓની વચગાળા જામીન 31મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે, તેવી જ રીતે દોષિત, અટકાયતી અને અન્ય કક્ષાના આરોપીઓની વચગાળા જામીન, પેરોલ અને ફરલો વધારવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ નિણર્ય લેવાની સતા હાઈકોર્ટની હાઈપાવર કમિટીની છે અને એ જ નક્કી કરશે.
તમામ કેદીઓને સમાન ગણી વચગાળા જામીન આપવાની અરજી હાઈકોર્ટે ફગાવી
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોના મહામારીને લીધે જેલમાં બંધ કેદીઓને પણ કોરોના થઈ રહ્યો છે, ત્યારે તેમના સ્વાસ્થ્યને પણ જોખમ છે ત્યારે તેમની વચગાળા જામીન અને પેરોલ વધારવામાં આવે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીના આધારે કોર્ટે કાચાકામના કેદીઓના વચગાળા જામીન 45 દિવસ સુધી વધારી આપ્યાં હતાં.