હાઈકોર્ટે વિડીયો કોન્ફરન્સિંગથી 111 કેસ પૈકી 59 કેસનો નિકાલ કર્યો - Ahmedabad lock down
કોરોના વાયરસને લીધે જારી કરાયેલા લૉકડાઉન પગલે ગુજરાત હાઇકોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગથી સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. જે પૈકી 15મી એપ્રિલના રોજ ગુજરાત હાઇકોર્ટે 111 કેસની સુનાવણી કરી તેમાંથી 59 કેસનો નિકાલ કર્યો છે. આ 59 કેસ પૈકી 10 વચ્ચગાળાની અરજીઓ હતી.
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે આ કેસની સુનાવણી માટે એક ડિવિઝન બેન્ચ અને બાકી સિંગલ જજની બેન્ચ નિમણુક કરી છે. અરજદાર અને સરકાર વતી હાજર થતાં વકીલો પણ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે રજૂઆતો કરી હતી. આ તમામ કેસની સુનાવણી દરમિયાન કોઈપણ વકીલ, ક્લાર્ક હાઇકોર્ટ પરિસરમાં હાજર રહ્યાં ન હતાં.
હાઈકોર્ટમાં આવતાં સ્ટાફના માણસોને ચેપ ન લાગે તેના માટે સેનેટાઇઝ ટનલ ઉભી કરવામાં આવી છે તેમાંથી તમામને પસાર થવું અનિવાર્ય છે. ગુજરાત હાઈકોર્ટના વકીલો અને જજના કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ સેનેટાઇઝ ગનથી કોરોના મુક્ત કરવામાં આવે છે.
૧૬મી એપ્રિલના રોજ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ કુલ 94 જામીન અરજી ફગાવી દીધી છે. જે પૈકી 35 હંગામી જામીન અરજી હોવાનું સામે આવ્યું છે. આ તમામ કેસની સુનાવણી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે હાથ ધરવામાં આવી હતી.