હાઈકોર્ટે આત્મનિર્ભર લોન યોજના હેઠળ શરતોમાં ફેરફાર કરવાનો સરકારને આદેશ કર્યો - આત્મનિર્ભર લોન યોજના
રાજ્યમાં અનલૉક 1.0ની જાહેરાતના ત્રણ મહિના બાદ પણ રોજ કમાઈને ખાનાર રિક્ષાચાલક વર્ગને કોરોના ભયના કારણે પેસેન્જર્સ ન મળતાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ આર્થિક સહાય કરે તેવી માગ સાથે દાખલ કરાયેલી અરજી પર બુધવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આત્મનિર્ભર લોનની શરતોમાં ફેરફાર કરવાનો આદેશ કર્યો છે જેથી સામાન્ય લોકો પણ તેનો લાભ લઇ શકે.
હાઈકોર્ટે આત્મનિર્ભર લોન યોજના હેઠળ શરતોમાં ફેરફાર કરવાનો સરકારને આદેશ કર્યો
અમદાવાદઃ રિક્ષાચાલક વર્ગ તરફથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ખેમરાજ કોષ્ટિ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર આત્મ નિર્ભર લોન યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે તો ગરીબ રિક્ષાચાલક વર્ગને પણ નોટિસ આપવામાં આવે. હાઈકોર્ટે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને આત્મનિર્ભર લૉન યોજના હેઠળની શરતોમાં ફેરફાર કરવાનો આદેશ કર્યો છે.