હાઈકોર્ટે ઓગસ્ટ મહિનામાં 120 ચૂકાદા આપ્યાં - ETVBharat
કોરોના મહામારીના લીધે ગુજરાત હાઇકોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હાઈકોર્ટે ઓગસ્ટ મહિનામાં કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં 120 ચૂકાદા અને 11 હજારથી વધુ ઓર્ડર આપ્યાં હોવાનું સામે આવ્યું છે.
હાઈકોર્ટે ઓગસ્ટ મહિનામાં 120 ચૂકાદા આપ્યાં
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ફીઝીકલ ફાઈલિંગ માટે પણ કાઉન્ટર વ્યવસ્થા ઉભી કરતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં કુલ 5764 નવા કેસ દાખલ કરવામાં આવ્યાં અને એ પૈકી 4803 કેસ રજિસ્ટર્ડ થયાં હતાં. 1091 કેસમાં વચગાળાના આદેશ આપવામાં આવ્યાં છે. આ આદેશ પૈકી 674 સિવિલ જ્યારે 417 ક્રિમિનલ મેટરમાં આપવામાં આવ્યાં છે.