અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા ઉદ્યોગમાં કામ કરતા મજૂરો પરત ફરી રહ્યાં છે, ત્યારે ડાયમંડ અને હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં કોરોનાથી બચવા માટે ક્યાં પ્રકારના પગલાં લેવાય છે. એ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.
હાઈકોર્ટે આપેલા નિર્દેશમાં જણાવ્યું છે કે, હાલ કેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, કેટલા કર્મચારીઓએ પરત ફરી કામ શરૂ કર્યું છે. આ ઔદ્યોગિક એકમોમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે તે સહિત તમામ વિગતો રજૂ કરવાનો સરકારને આદેશ કર્યો છે. કોરોનાથી જીવ બચાવવા માટે ઉપયોગી બનેલા ઇન્જેક્શન અને દવા જે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં આપવા આવ્યાં છે કે કેમ તેની તપાસ કરવાનો પણ આદેશ કર્યો છે.