અમદાવાદઃ નકલી નોટ કેસમાં ગત 4 વર્ષથી ભારતમાં ફસાયેલા પાકિસ્તાની નાગરિકને ગુજરાત હાઈકોર્ટે વતન પરત ફરવા માટે મંજૂરી આપી દીધી છે. ગત અઠવાડિયા દરમિયાન સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની નાગરિકને નકલી નોટ કેસમાં ક્લીન ચીટ આપ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટે પાકિસ્તાની નાગરિકને પોતાના વતન પરત ફરવાની મંજૂરી આપતા સુરત રેલવે DSPને અરજદારને NOC અને ફોરેન રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસને 7 દિવસ સુધીમાં એક્ઝીટ વિઝા ઉપલબ્ધ કરાવવનો આદેશ કર્યો છે. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે નકલી નોટ કેસમાં પાકિસ્તાની નાગરિકને નિર્દોષ જાહેર કરાતા રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.