ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ગ્રીન કોરિડોર મારફતે હૃદયને 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે પહોચાડ્યું - Organ donation

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર હૃદયનું અંગદાન મેળવવામાં સફળતા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દી મુકેશસિહ સોલંકી બ્રેઇનડેડ મૃત જાહેર થતાં તેમના 4 અંગોની સાથે હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

અમદાવાદમાં ગ્રીન કોરિડોર મારફતે હૃદયને 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે પહોચાડ્યું
અમદાવાદમાં ગ્રીન કોરિડોર મારફતે હૃદયને 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે પહોચાડ્યું

By

Published : Sep 18, 2021, 10:18 AM IST

  • જૂનાગઢના દર્દીનું હૃદય મોરબીના દર્દીમાં ધબક્યું
  • મુકેશસિંહ સોલંકીના 5 અંગોનું દાન થયું
  • જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યુ

અમદાવાદ : જૂનાગઢના મુકેશસિંહ સોલંકીના હૃદયને સિવિલ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર કરીને પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતું. હૃદયને ગ્રીન કોરિડોર મારફતે પોલીસ એક્સકોર્ટની મદદથી 12 કિ.મી.નું અંતર ફક્ત 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે સરળતાથી પહોંચાડવામાં સફળતા મળી હતી.

પાંચ અંગોનું દાન થયું

મુકેશસિંહના પાંચ અંગોમાંથી કિડની અને સ્વાદુપિંડ સુરતના 35 વર્ષના પુરુષને, જ્યારે બીજી કિડની 65 વર્ષના અમદાવાદના દર્દીને, જયારે લીવર 40 વર્ષની અમદાવાદની મહિલામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં ગ્રીન કોરિડોર મારફતે હૃદયને 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે પહોચાડ્યું
મોરબીના દર્દીના શરીરમાં હ્રદય પ્રત્યારોપણ

મુકેશભાઇના હૃદયને મોરબીના 36 વર્ષના પુરુષ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. સિમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર અને કાર્ડિયાક સર્જન ડૉ.ધીરેન શાહે જણાવ્યું હતું કે, "મોરબીના 36 વર્ષના પુરુષ દર્દી મારફાનોઇડ સિન્ડ્રોમથી પીડાઇ રહ્યા હતા, જેના કારણે શરીરના સ્નાયુઓ નબળા થઇ રહ્યા હતા. જેની આડઅસર હૃદય પર વર્તાવા લાગી હતી. દર્દીના હૃદયના વાલ્વ પણ ખરાબ થઈ ગયા હતા. તેમની મહાધમની ફૂલી રહી હતી. જેના નિયંત્રણ માટે 2017માં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. સર્જરી બાદ સમય જતા હૃદયમાં રૂધિરનું વહન 10 ટકા જેટલું જ થઇ રહ્યું હોવાથી પેસમેકર પણ મૂકવામાં આવ્યું હતું. વળી છેલ્લા એક વર્ષથી દર્દીનું બ્લડપ્રેશર પણ 80 થી 90 જેટલું રહેતું હતું. આ પરિસ્થિતિને મેડિકલ ભાષામાં “ડિકમ્પનસ્ટેટેડ હાર્ટ ફેલ્યોર(ક્ષતિગ્રસ્ત હ્યદય) તરીકે ઓળખાવામાં આવે છે. જેમાં શરીરના દરેક અંગમાં બ્લડપ્રેશર ઓછુ થઇ જાય છે જે કારણોસર અન્ય અંગોમાં પણ આડઅસર વર્તાવાની સંભાવના વધી જાય છે.

5 કલાક જટિલ સર્જરી ચાલી

આ તમામ પરિસ્થિતો વચ્ચે જ્યારે આ પુરુષ દર્દીને હૃદયનું દાન મળ્યુ અને જેનું હોસ્પિટલમાં 5 કલાકની જટીલ સર્જરી બાદ સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેના થકી આ દર્દીના જીવનમાં ખરા અર્થમાં ઉજાસ પથરાયો છે. તેઓ આગામી જીવન કાર્યક્ષમતા સાથે પસાર કરી શકશે.

અમદાવાદમાં ગ્રીન કોરિડોર મારફતે હૃદયને 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે પહોચાડ્યું

આ પણ વાંચો : આજના દિવસે વર્ષ 1965માં ગિરને જાહેર કરાયું હતું રાષ્ટ્રીય અભ્યારણ્ય

સિવિલ સુપ્રીટેન્ડેન્ટ શું કહે છે?

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, "ગુજરાત સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ સિવિલ હોસ્પિટલમાં 9 મહિનામાં 11 બ્રેઇનડેડ દર્દીઓના 35 અંગોનું દાન મેળવીને 29 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે, જેમાં છેલ્લા 9 દિવસમાં 3 અંગદાન થયા છે".

સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં પ્રથમ વખત હ્રદય દાન મળ્યું

સિવિલ હોસ્પિટલની (SOTTO) ની ટીમના સહિયારા પ્રયાસોના ભાગરૂપે જ આજે સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત હૃદયનું પણ દાન મળ્યું છે. જે સફળતાપૂર્વક અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરાતા અમારી ટીમને આનંદની લાગણી છે. અંગદાન થકી અન્ય જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળે છે તેમના જીવનમાં ઉજાસ પથરાય છે માટે વધુમા વધુ લોકોએ અંગદાન માટે આગળ આવવું જોઇએ.

રીટ્રાઈવલ સેન્ટરની મંજૂરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલને ડિસેમ્બર 2020માં અંગોના રીટ્રાઇવલ(પુન: પ્રાપ્તિ) સેન્ટર તરીકેની મંજૂરી મળતા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા દર્દીના અંગોનું હોસ્પિટલ ખાતે જ રીટ્રાઇવલ કરીને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ(પ્રત્યારોપણ) માટે મોકલી શકાય છે.

અમદાવાદમાં ગ્રીન કોરિડોર મારફતે હૃદયને 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે પહોચાડ્યું

ગ્રીન કોરિડોર એટલે શું ?

બ્રેઇનડેડ થયેલ વ્યક્તિના જયારે ફેફસા તેમજ હૃદય જેવા અંગો શરીરમાંથી કાઢ્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરીને બેસાડવા માટે નિયત ચારથી છ કલાકનો સમય અસરકારક રહે છે. જે માટે દર્દી સુધી પહોંચવા માટે પોલીસ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પેશિયલ રૂટ નક્કી કરી એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી ઓછામાં ઓછા સમયમાં પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી

સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે 41 વર્ષના બ્રેઇનડેડ દર્દીના શરીરમાંથી હૃદય કાઢી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઓપરેશન થિયેટરથી લઈ લિફ્ટ સુધી ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોર લીફ્ટમાંથી બહાર આવી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી આખો રસ્તો સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ દ્વારા માનવ સાંકળ બનાવી કોઈપણ જાતની અડચણ વિના એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યુ. ત્યારબાદ સ્થાનિક પોલીસની ગાડીઓ દ્વારા એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી સિમ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી.

આ પણ વાંચો : નવું પ્રધાન મંડળ બનતા વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કરાયો ફેરફાર, 80 જેટલા પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા

ખૂબ ચોકસાઈ સાથે ગ્રીન કોરિડોર કરાયો

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા દરમિયાન હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખી તેમના માટે અલગથી આવવા જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ તમામ વ્યવસ્થાના સંકલન માટે સિવિલ હોસ્પિટલના અધિકારી તેમજ સિમ્સ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા ખુબ જ ચોકસાઈપૂર્વક સંકલન કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

એક એક સેકન્ડ કીમતી હોય છે

બ્રેઇનડેડ દર્દીના હૃદયને પ્રત્યારોપણ માટે શરીરમાંથી કાઢ્યા બાદ ચારથી છ કલાકના સમયગાળામાં બીજા વ્યક્તિના શરીરમાં ઓપરેશન કરી બેસાડવું જરૂરી હોય છે. આ તમામ પ્રક્રિયા દરમિયાન એક-એક સેકન્ડની ગણતરી કરી સંકલન કરવામાં આવતું હોય છે. સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેઇનડેડ દર્દીના હૃદય કાઢવા માટેનું ઓપરેશન તેમજ જે દર્દીમાં હૃદયનું પ્રત્યારોપણ કરવાનું હતું. તે દર્દીનું પણ સામે સિમ્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન બીજી ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુ. સમયની ગણતરી મુજબ સિમ્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન અમુક તબક્કામાં પહોંચ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે સિગ્નલ મળતા બ્રેઈનડેડ દર્દીના હૃદયને ક્લેમપ કરી બહાર કાઢવામાં આવ્યું. ત્યારબાદ તેને સાચવવાની જરૂરી પ્રક્રિયા કરી બોક્સમાં પેક કરીને તંત્ર દ્વારા બનાવાયેલ ગ્રીન કોરિડોર મારફતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યું. પોલીસ દ્વારા એસ્કોર્ટ કરી સિમ્સ હોસ્પિટલ ખાતે ચાલી રહેલા દર્દીના ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી તે દર્દીના શરીરમાં હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું. આ સમગ્ર પ્રક્રિયા ગ્રીનકોરિડોરની મદદથી ફક્ત 10 મીનિટમાં પૂર્ણ કરવામાં સફળતા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details