અમદાવાદઃ લોકડાઉન દરમિયાન તેલંગાણાના સિકંદરાબાદમાં ભાવનગરના 4 જવાન, જૂનાગઢના 5 જવાન, જામનગરના 8 જવાન, સુરેન્દ્રનગરના 8 જવાન, ભુજ, ગીર સોમનાથ અને વડોદરાના 1-1 મળી કુલ 23 જવાનો ફસાયા હતા. જે અંગેની જાણ ભાવનગર ખાતે રહેતા નિવૃત સૈનિક દેવેન્દ્રસિંહ ચુડાસમાએ શહેર ભાજપના આગેવાનોને કરતાં તેમણે આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીને તાત્કાલિક આ અંગે રજૂઆત કરી હતી.
તેલંગાણામાં ફસાયેલા 23 સેવાનિવૃત્ત જવાનોને વતન પરત લાવી રહી છે ગુજરાત સરકાર - novel covid-19
લોકડાઉન દરમિયાન વયમર્યાદાને અને સેવાનિવૃત્ત થયેલા અને લોકડાઉનને કારણે તેલંગાણાનાં સિકંદરાબાદમાં ફસાયેલા 23 જવાનોને ગુજરાત સરકાર પરત વતન લાવી રહીં છે.

સમગ્ર મામલો દેશની સેવા કરનાર સૈનિકો સાથે સંકળાયેલો હોવાથી જીતુભાઇ વાઘાણીએ તાત્કાલિક દેવેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરીને તમામ માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને આ અંગે માહિતી આપી હતી. જેથી રાજ્ય સરકારે માત્ર 24 કલાકમાં પ્રતિસાદ આપી ગુરુવારે રાત્રિના સમયે જવાનોને પરત ફરવા મંજૂરી આપી દીધી અને શુક્રવારે સવારે તેમને સિકંદરાબાદ ખાતેથી લક્ઝરી બસ દ્વારા રવાના કરી દેવામાં આવ્યા છે.
પરત ફરી રહેલા તમામ જવાનો તેમજ તેમનું નેતૃત્વ કરી રહેલા પૂર્વ સૈનિક દેવેન્દ્રસિંહ ચાવડાએ જવાનોને પરત લાવવા બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.