અમદાવાદ : ભારત સરકારની જાહેર કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના (Gujarat government Garima Cell) અમલીકરણ માટે ગુજરાત પ્રયત્ન કરી રહ્યું છે. તેના ભાગરૂપે સરકારે દેશ પ્રથમ એજ્યુકેશન ક્વોલિટી એન્ડ મોનીટરીંગ સેલ-ગરિમા તૈયાર કર્યો છે. તેને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગરિમા સેલનું ઇ લોન્ચિંગ થયું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ (Garima Cell Established) શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ પ્રકારના રેટિંગ અને રેકિંગ મેળવવામાં માર્ગદર્શક સંસ્થા ગરિમા સેલનું ઇ-લોન્ચિંગ સાયન્સ સિટી ખાતેથી કર્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે નવો બદલાવ -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને નવી ઉર્જા, નવી દિશા આપવામાં ગરિમા સેલ એક ઉદ્દીપકની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોહિતમાં પરિણામલક્ષી કાર્યક્રમો કરવાની શીખવેલી નીતિરીતિ આપણે જાળવી રાખી છે. 'ગરિમા સેલ' રાજ્યના શિક્ષણ ક્ષેત્રની ગરિમાને વધુ ઉન્નત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આંભને આંબ્યો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે, નવી પહેલ થઇ રહી છે. ગરિમા સેલની સ્થાપનાથી રાજ્ય સરકારે યાત્રાના એ માર્ગે વધુ એક પગલું ભર્યું છે.
ગરિમા સેલની ચાવીરૂપ ભૂમિકા -વધુમાં CMએ કહ્યું કે, ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ (Garima Cell) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપતી સંસ્થા કાર્યરત છે. સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન આપતી યુનિવર્સિટી ધમધમે છે. આ સંસ્થાઓને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રેંકિંગ લેવા માટે તૈયાર કરવામાં ગરિમા સેલ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત દેશમાં કાર્યરત પ્રથમ એવા આ "ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેંકિંગ ઇન્સ્ટિટ્યુટ મિકેનિઝમ એન્ડ એરેન્જમેન્ટ- ગરિમા સેલનું" મુખ્યાલય IITE (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન) ખાતે કાર્યરત રહેશે.
આજે 102 યુનિવર્સિટી કાર્યરત છે -આ અવસરે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (Garima Cell Working) વિકસી રહી છે. નવી ઉપલબ્ધિઓ મેળવી રહી છે. ગુજરાતની ખાનગી તેમજ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદેશના સેંકડો વિદ્યાર્થીઓ આવી અભ્યાસ કરી રહ્યા છે. ગરીમા સેલ રાજ્યની આવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને સંસ્થાઓની ગુણવત્તા જાળવવામાં મદદરૂપ બનશે. ગુજરાતમાં બે દાયકા પહેલા આઠ યુનિવર્સીટીઓ કાર્યરત હતી. જે આજે વધીને 102 થઈ છે.